Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનિસ્તાન સુરક્ષા દળો સામે સામાન્ય લોકોમાં રોષની લાગણી : કેટલાક જગ્યાએ પથ્થરો ફેંકાયા

યુએસ અને નાટોએ અફઘાન સુરક્ષા દળોને તાલીમ આપવા માટે અબજો ડોલર ખર્ચ્યા તેમ છતા શરણાગતિ !

અફઘાન સુરક્ષા દળો સામે સામાન્ય લોકોમાં રોષનું મોજું જોવા મળી રહ્યુ છે. ઘણી જગ્યાએ અફઘાન સુરક્ષા દળો પર પથ્થર ફેંકાયા હોવાના પણ અહેવાલ છે. તે આશ્ચર્યજનક છે કે યુએસ અને નાટોએ અફઘાન સુરક્ષા દળોને તાલીમ આપવા માટે અબજો ડોલર ખર્ચ્યા હતા. તેમ છતા, તાલિબાને આશ્ચર્યજનક રીતે એક અઠવાડિયાની અંદર સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્ઝો કરી લીધો છે.

 રવિવારે તાલિબાનનાં લડવૈયાઓએ કાબુલમાં ચારે બાજુથી પ્રવેશ કર્યો અને પોલીસ ચોકીઓ અને રાષ્ટ્રપતિ ભવન સહિત અન્ય મહત્વની ઇમારતો પર કબ્ઝો કર્યો. અફઘાન સુરક્ષા દળોએ તાલિબાન લડવૈયાઓ સાથે કોઇ જ પ્રકારની અથડામણ કરી નથી. અગાઉ, અમેરિકી દળોનાં પરત ફરવા વચ્ચે, એવું માનવામાં આવતું હતું કે, તાલિબાનને કાબુલ પર કબ્ઝો કરવામાં ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગશે.

(12:10 pm IST)