Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મોડીરાત્રે મેઘાલયના મુખ્યમંત્રીના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો:શિલોંગમાં કર્ફ્યુ

મેઘાલયમાં પૂર્વ વિદ્રોહી નેતા ચેરિશસ્ટારફીલ્ડ થાંગખ્યૂના મોત બાદ હિંસા વધી

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના ઘર પર મોડી રાત્રે પેટ્રોલ બોમ્બ ફેંકાયો છે. જો કે કોઇપણ પ્રકારના નુકસાનની માહિતી નથી. મેઘાલયમાં પૂર્વ વિદ્રોહી નેતા ચેરિશસ્ટારફીલ્ડ થાંગખ્યૂના મોત બાદ હિંસા વધી રહી છે. ગુંડાઓએ થ્રી માઇલ અપર શિલાંગ સ્થિત લાઇમર સ્થિત મુખ્યમંત્રી આવાસ પર પેટ્રોલ બોમ્બ ફેંકયો.

હિંસક ઘટનાઓ બાદ શિલોંગમાં સંપૂર્ણપણે કર્યુ લાગી ગયો છે. રાજ્યના કેટલાંય બીજા ભાગમાં ઇન્ટરનેટ સેવાઓ રોકી દેવાઇ છે. રાય સરકારની તરફથી રજૂ કરાયેલા આદેશમાં કહ્યું છે કે કર્યુ ૧૭ આગસ્ટ સુધી લાગૂ રહેશે. સરકારની તરફથી કહ્યું છે કે મંગળવાર સવારે પાંચ વાગ્યા સુધી કર્યુ રહેશે.
   અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ વિદ્રોહી નેતા ચેરશિસ્ટારફીલ્ડ થાંગખ્યૂના મોત બાદ હિંસા વધી રહી છે. રાજ્યમાં બગડેલી સ્થિતિની વચ્ચે રવિવાર સાંજે રાજ્યના ગૃહમંત્રી લખન રિંબુઇએ રાજીનામું આપી દીધું છે. સીએમ સંગમાને લખેલા પત્રમાં કહ્યું છે કે હત્પં આ ઘટના પર દુ:ખ વ્યકત કં છું, જેમાં પોલીસે દરોડા બાદ ચેસ્ટરફીલ્ડને કાયદાના સિદ્ધાંતોની વિરૂદ્ધ કાર્યવાહી કરતાં ઠાર કરી દીધો.

તેમણે કહ્યું કે તમને અપીલ કં છું કે મારી પાસેથી ગૃહ વિભાગ તાત્કાલિક અસરથી લઇ લેવામાં આવે. જેથી કરીને ઘટનાની સચ્ચાઇ સામે લાવવા માટે સરકાર દ્રારા સ્વતત્રં અને નિષ્પક્ષ તપાસ કરવામાં સરળતા હશે. સાથો સાથ હું ન્યાયિક તપાસ કરાવાની પણ અપીલ કરું છું

(12:06 pm IST)