Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ભારત સ્થિત અફઘાન દૂતાવાસનુ ટ્વીટર એકાઉન્ટ હેક : નથી થતું લોગ ઈન:અધિકારીનો મોટો દાવો

એકાઉન્ટ હેક થયા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીના નામે સંદેશ આપ્યો છે જેમાં તેમણે ખૂબ ખરી-ખોટી સંભળાવી

નવી દિલ્હી : અફઘાનિસ્તાન પર તાલિબાનના સંપૂર્ણ કબ્જા બાદ લોકોમાં દહેશતનો માહોલ છે. કેટલાક દેશોએ પોતાના નાગરિકોને સુરક્ષિત નીકાળવા માટે એર લિફ્ટ કરવાનુ શરૂ કરી દીધુ છે. આ તમામની વચ્ચે ભારત સ્થિત અફઘાન દૂતાવાસનુ ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયુ છે.

આ વાતની પુષ્ટિ દૂતાવાસના પ્રેસ સચિવ અબ્દુલહક આઝાદે કરી છે. તેમણે કહ્યુ કે મે લોગ ઈન કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આને એક્સેસ કરી શકતો નથી. તેમણે ટ્વીટ કરતા લખ્યુ કે હુ ભારત સ્થિત અફઘાન દૂતાવાસના ટ્વીટર હેન્ડલ સુધીની પહોંચ ખોઈ બેસ્યો છુ. એક મિત્રએ મને આ ટ્વીટનો સ્ક્રીનશૉટ મોકલ્યો છે. મે લોગ ઈન કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આને એક્સેસ કરી શકતો નથી એવુ લાગે છે કે આને હેક કરી લેવાયુ છે.

એકાઉન્ટ હેક થયા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીના નામે સંદેશ આપ્યો છે જેમાં તેમણે ખૂબ ખરી-ખોટી સંભળાવી. આ ટ્વીટમાં કહેવામાં આવ્યુ હતુ કે અમે તમામ દિવાલમાં પોતાનુ માથુ અથડાવી રહ્યા છીએ. અશરફ ગની પોતાના ગુંડાની સાથે ભાગી ગયા છે. તેમણે તમામ બરબાદ કરી દીધુ છે. અમે તમામની માફી માંગીએ છીએ કે અમે આટલા ખરાબ વ્યક્તિની સેવા કરી. અલ્લાહ આવા ગદ્દારને સજા આપે. તેમની વિરાસત અમારા ઈતિહાસ પર કલંક હશે.

(11:53 am IST)