Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ભારત માટે સારા સંકેત નથી: પંજાબનાં સીએમ અમરિંદર સિંહ

તેમણે દેશની તમામ સરહદો પર વધારાની તકેદારી પર ભાર મૂક્યો: કહ્યું - આ ભારત સામે ચીન-પાકિસ્તાન જોડાણને મજબૂત કરશે

નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનની હવે શરૂઆત થઇ ગઇ છે. તાલિબાન શાસનનાં પુનરાગમન જોઈને પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દેશની તમામ સરહદો પર વધારાની તકેદારી પર ભાર મૂક્યો હતો. તે સ્પષ્ટપણે માને છે કે, અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો ભારત માટે કોઈપણ રીતે સારો સંકેત નથી.
    મુખ્યમંત્રી અમરિંદક સિંંહે એક ટ્વિટમાં લખ્યું છે કે, અફઘાનિસ્તાનનું તાલિબાનનાં હાથમાં જવું એ આપણા દેશ માટે સારો સંકેત નથી. આ ભારત સામે ચીન-પાકિસ્તાન જોડાણને મજબૂત કરશે. ચીન પહેલાથી જ ઉઇગુરને લઈને લશ્કરની મદદ માગી ચૂક્યું છે. આ સંકેતો બિલકુલ સારા નથી, હવે આપણે આપણી બોર્ડર પર વધારે સાવચેત રહેવાની જરૂર છે.

 

(11:52 am IST)