Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

નેશનલ સિક્યુરિટી એક્ટ ( NSA ) હેઠળ ખોટી રીતે અટકાયત કરાયેલા સોશિઅલ એક્ટિવિસ્ટ લેઇકોમ્બમ એરેન્ડ્રોના પિતાએ વળતર માંગ્યું : તેને કોઈ કસ્ટોડિયલ ત્રાસ નહોતો : મણિપુર સરકારનો બચાવ : ગાયના છાણના ઉપયોગની ફેસબુક ઉપર ટીકા કરવા બદલ ધરપકડ કરી હતી : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુક્ત કરવાની ફરજ પડી હતી

ન્યુદિલ્હી : કોવિદ ઉપચાર તરીકે ગાયના છાણના ઉપયોગની ટીકા કરતી ફેસબુક પોસ્ટ માટે સોશિઅલ એક્ટિવિસ્ટ લેઇકોમ્બમ એરેન્ડ્રોની મણિપુર સરકાર દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અટકાયત સામે સખત વાંધો લેતા રાજ્ય દ્વારા 19 જુલાઈના રોજ તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

હવે સોશિઅલ એક્ટિવિસ્ટ લેઇકોમ્બમ એરેન્ડ્રોના પિતાએ પોતાના પુત્રની ખોટી રીતે અટકાયત કરવા બદલ વળતર માંગ્યું છે. જે સામે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે તે છાશવારે જુદી જુદી કોમેન્ટ કરવા ટેવાયેલો છે અને રાજકીય કાર્યકર્તા તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ ન કરે  તે માટે તેની ધરપકડ જરૂરી હતી.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને એમઆર શાહની સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તેની  અટકાયત સામે વાંધો લીધા બાદ રાજ્ય સરકારે 19 જુલાઈએ એરેન્ડ્રો સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમને લગતો આદેશ પાછો ખેંચી લીધો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, "તેને એક દિવસ પણ જેલમાં રાખી શકાય નહીં.
તેથી તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

એક્ટિવિસ્ટના પિતા તરફે હાજર રહેલા એડવોકેટ શાદાન ફરાસતે તેમની ખોટી અટકાયત બદલ વળતર માંગતા નામદાર કોર્ટે કોર્ટે સરકારનો જવાબ માંગ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:48 am IST)