Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

તાલિબાનના મુલ્લા અબ્‍દુલ ગની બરાદર બની શકે છે અફઘાનિસ્‍તાનના નવા રાષ્ટ્રપતિ

કાબુલ, તા.૧૬: લગભગ વીસ વર્ષની લડાઈ બાદ અફઘાનિસ્‍તાનમાંથી અમેરિકી દળોને પાછો ખેંચ્‍યાના થોડા દિવસોમાં જ તાલિબાનોએ લગભગ આખા અફદ્યાનિસ્‍તાન દેશ પર નિયંત્રણ મેળવી લીધું છે.
તાલિબાનોએ અફઘાનિસ્‍તાન પર કબજો કર્યો હોવાથી નવા રાષ્ટ્રપતિના નામ સંબંધિત સ્‍થિતિ સ્‍પષ્ટ જણાઈ રહી છે. સૂત્રોને ટાંકીને રજૂ કરાયેલા મીડિયા રીપોર્ટ અનુસાર, તાલિબાનના મુલ્લા અબ્‍દુલ ગની બરાદારને અફઘાનિસ્‍તાનના નવા રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવે તેવી શક્‍યતા છે.
લગભગ વીસ વર્ષની લડાઈ બાદ અફઘાનિસ્‍તાનમાંથી અમેરિકી દળોને પાછો ખેંચ્‍યાના થોડા દિવસોમાં જ તાલિબાનોએ લગભગ આખા અફઘાનિસ્‍તાન દેશ પર નિયંત્રણ મેળવી લીધું છે. તાલિબાનોએ અફદ્યાનિસ્‍તાન પર કબજો કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને તાજિકિસ્‍તાન જતા રહ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પણ અફઘાનિસ્‍તાન છોડીને અન્‍ય દેશમાં જતા રહ્યાં હોવાના સમાચાર આવી રહ્યાં છે.

 

(11:47 am IST)