Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

તાલિબાન ટૂંક સમયમાં સરકાર રચવાની કરશે જાહેરાતઃ ઈસ્‍લામિક એમિરેટ ઓફ અફઘાનિસ્‍તાન રાખશે નામ

તાલિબાનોએ અફઘાની રાષ્ટ્રપતિ ભવન પર પણ કબજો જમાવી દીધોઃ તાલિબાનોએ આખા કાબુલ શહેરને કબજામાં લઈ લીધું

કાબુલ, તા.૧૬: કાબુલનો કબજો જમાવ્‍યા બાદ તાલિબાનોએ એક નિવેદન જારી કરીને જણાવ્‍યું કે વચગાળાની કોઈ સરકારની અમારી ઈચ્‍છા નથી.
તાલિબાને અફદ્યાનિસ્‍તાનનું નામ બદલીને Islamic Emirate of Afghanistan કરી નાખવાની જાહેરાત કરી છે. તાલિબાન દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું કે ટૂંક સમયમાં સરકાર રચવાની જાહેરાત કરવામાં આવશે.
તાલિબાનના બે અધિકારીઓએ જણાવ્‍યું કે અફઘાનિસ્‍તાનમાં સત્તા હસ્‍તાંતરણ માટે વચગાળાની કોઈ સરકાર નહીં બને. તેમણે બન્નેએ કહ્યું કે તેઓ અફઘાનિસ્‍તાનની સંપૂર્ણ સત્તા સંભાળવા જઈ રહ્યાં છે.
કાબુલમાં તાલિબાની આતંકીઓ દ્યુસતા સ્‍થિતિ વધારે ખરાબ બની છે. દ્યણે ઠેકાણે આગજની અને ગોળીબારના રિપોર્ટ આવી રહ્યાં છે. કાબુલ એરપોર્ટ પર પણ ભીષણ આગ લાગી છે. તાલિબાને કહ્યું છે કે શાંતિ વ્‍યવસ્‍થા જાળવી રાખવાની કોશિશ કરાઈ રહી છે.
તાલિબાન કાબુલમાં પ્રવેશ્‍યા બાદ અને રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્‍યા બાદ અફઘાન રાજધાનીમાં ભારે ગભરાટ ફેલાયો છે. સમાચાર એજન્‍સી રોઇટર્સ અનુસાર, પ્રત્‍યક્ષદર્શીઓએ જણાવ્‍યું છે કે કાબુલ શહેરમાં ઘણી જગ્‍યાએ ગોળીબાર થયો છે.
તાલિબાને બાગરામ એરબેઝ પર પણ કબજો કરી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એરબેઝની સુરક્ષામાં તૈનાત અફદ્યાન સેનાએ તાલિબાન આતંકવાદીઓ સમક્ષ આત્‍મસમર્પણ કર્યું છે. આ એરબેઝ પર મોટી સંખ્‍યામાં કેદીઓને પણ રાખવામાં આવ્‍યા છે. આ એરબેઝ એક સમયે અફઘાનિસ્‍તાનમાં અમેરિકાનો સૌથી મોટો લશ્‍કરી અડ્ડો હતો.
અલી અહમદ જલાલી જાન્‍યુઆરી ૨૦૦૩ થી સપ્‍ટેમ્‍બર ૨૦૦૫ સુધી અફઘાનિસ્‍તાનના ગૃહમંત્રી હતા. તેઓ અમેરિકામાં શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા છે. એવું માનવામાં આવે છે કે જલાલીને કાબુલમાં વચગાળાના વહીવટનો વડા બનાવવામાં આવી શકે છે. અગાઉ, કાર્યકારી ગૃહમંત્રી અબ્‍દુલ સત્તાર મિરઝાકવાલે ટેલિવિઝન પર આપેલા સંબોધનમાં કહ્યું હતું કે શાંતિપૂર્ણ સંક્રમણ થશે, પરંતુ હજુ સુધી કોઈ વિગતોની પુષ્ટિ થઈ નથી. સૂત્રોએ કહ્યું કે તાત્‍કાલિક તાલીબાન જલાલીની નિમણૂક કરવા માટે તેમના અંતિમ કરાર પર પહોંચ્‍યા છે કે કેમ તે સ્‍પષ્ટ થયું નથી, પરંતુ સત્તામાં સંક્રમણની દેખરેખ રાખવા માટે તેમને સંભવિત સ્‍વીકાર્ય સમાધાન વ્‍યક્‍તિ તરીકે જોવામાં આવ્‍યા હતા.
એક અફઘાન અધિકારીએ જણાવ્‍યું કે તાલિબાન વાટાઘાટકારો સત્તાના ‘હસ્‍તાંતરણ'ની તૈયારી માટે રાષ્ટ્રપતિના નિવાસસ્‍થાને જઈ રહ્યા હતા. અધિકારીએ રવિવારે નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે બેઠકનો હેતુ શાંતિપૂર્ણ રીતે તાલિબાનને સત્તા સોંપવાનો છે. તાલિબાને કહ્યું કે તેઓ બળ દ્વારા સત્તા મેળવવાની યોજના નથી.

 

(11:47 am IST)