Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મેઘાલયમાં હિંસા બાદ CMના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકાયા : ગૃહમંત્રીએ આપ્યું રાજીનામુ

ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી : ચોકીદારે તાત્કાલિક આગ બુઝાવી

નવી દિલ્હી તા. ૧૬ : મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાના નિવાસ પર રવિવારે રાતે અજાણ્યા તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંકયા હતા. પોલીસે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ઘટના રવિવારે રાતે લગભગ સવા ૧૦ વાગે બની હતી. જયારે વાહન પર સવાર થઈ આવેલા અસામાજિક તત્વોએ ઉપર ના શિલાંગના થર્ડ માઈલમાં સ્થિત મુખ્યમંત્રીના નિવાસના પરિસરમાં પેટ્રોલથી ભરેલી બોટલ ફેંકી હતી. જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

અધિકારીએ કહ્યું કે પહેલી બોટલ પરિસરના આગલા ભાગમાં, જયારે બીજી બોટલ પાછળના ભાગમાં ફેંકવામાં આવી હતી. ચોકીદારે તાત્કાલીક આગ બુઝાવી હતી. સ્વતંત્રતા દિવસ પર રાજયની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં તોડફોડ અને આગની ઘટના બાદ રાજય સરકારે શિલોંગમાં કફર્યૂ લગાવી દીધો હતો અને ઓછામાં ઓછા ૪ જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન મેઘાલયે ગૃહ મંત્રી લખમેન રિંબુઈએ શિલોંગમાં એક પૂર્વ ઉગ્રવાદીને પોલીસ દ્વારા ગોળી મારવાની ઘટનાની વચ્ચે રાજીનામુ આપ્યું છે.

રિંબુઈએ મુખ્યમંત્રીને આત્મસમર્પણ કરનારા પ્રતિબંધિત હાઈનીવટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલના સ્વયંભૂ મહાસચિવ ચેરિસ્ટર ફીલ્ડ થાંગખિયૂને ગોળી મારવાના  મામલામાં ન્યાયિક તપાસ કરવાનો આગ્રહ કર્યો.  થાંગખિયૂની ૧૩ ઓગસ્ટે ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. જયારે તે રાજયમાં થયેલા તબક્કાવાર આઈઈડી વિસ્ફોટના સંબંધમાં તેના ઘરમાં પોલીસ જયારે તપાસ કરી રહી હતી. ત્યારે તેણે પોલીસ પર ચાકુથી હુમલો કર્યો હતો.

(10:10 am IST)