Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

તાલિબાનના કબજા વચ્ચે

કાબુલથી ૧૨૯ પેસેન્જર્સને લઈને નવી દિલ્હી પહોંચ્યું એર ઈન્ડિયાનું વિમાન

નવી દિલ્હી,તા.૧૬: અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને નીકાળવા માટે મોકલવામાં આવેલું એર ઈન્ડિયાનું વિમાન ૧૨૯ પેસેન્જર્સને સુરક્ષિતરીતે લઈને રવિવારે સાંજે દિલ્હી પહોંચી ગયું છે. એર ઈન્ડિયાનું વિમાન AI244 એવા સમયે પેસેન્જર્સને લઈને દિલ્હી પહોંચ્યું છે કે જયારે અફઘાનિસ્તાનમાં કાબુલમાં તાલિબાનીઓ પ્રવેશી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાના અધિકારીઓએ કહ્યું કે એરલાઈનની દિલ્હી-કાબુલ-દિલ્હી ફ્લાઈટ કેન્સલ કરવાની હજુ કોઈ યોજના નથી. અહીં નોંધનીય છે કે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ AI244 રવિવારે સાંજે અફઘાનિસ્તાનના કાબુલથી ભારતીયોને લઈ દિલ્હી આવી પહોંચી હતી. તેમણે હજુ સુધી એવું સ્પષ્ટ કર્યું નથી કે એઆઈ-૨૪૩ની ઉતરવાની અનુમતિ મળતા મોડું થવાનું કારણ શું હતું. પરતની ફ્લાઈટ એઆઈ-૨૪૪ કુલ ૧૨૯ પેસેન્જર્સ સાથે ભારતીય સમય અનુસાર સાંજે લગભગ ૬.૦૬ વાગ્યે કાબુલ એરપોર્ટથી રવાના થઈ.

(10:08 am IST)