Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

હોકી-સ્ટિકને ૩ કલાક ૩૫ મિનિટ સુધી આંગળી પર રાખી

નવી દિલ્હી,તા. ૧૬: ઓડિશાના બાલનગીર જિલ્લાના જમુતઝુલા ગામના રાજ ગોપાલભોઈ નામના આ ભાઈએ જમણા હાથની પહેલી આંગળી પર ૩ કલાક ૩૫ મિનિટ સુધી ફીલ્ડ હોકી-સ્ટિક સ્થિર રાખી સંતુલિત કરી બિનસત્ત્।ાવાર રીતે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રેકોર્ડ બનાવતી વખતે ઉપસ્થિત લોકોમાં અન્યો સાથે બે હાથે સૌથી વધુ મુક્કા મારવાનો રેકોર્ડ ધરાવતા સત્યપીરા પ્રધાન પણ હાજર હતા.

રાજ ગોપાલભોઈ ૨૦૧૭માં હિમાંશુ ગુપ્તા દ્વારા સેટ કરવામાં આવેલા બે કલાક ૨૨ મિનિટ અને ૨૨ સેકન્ડનો રેકોર્ડ તોડવા માગતા હતા.  રાજ ગોપાલભોઈનો રેકોર્ડ તોડનારો વિડિયો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પાસેથી સત્ત્।ાવાર માન્યતા મેળવવા સબમિટ કરવામાં આવ્યો છે.

(10:04 am IST)