Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

આતંકવાદી બુરહાન વાનીના પિતાએ પુલવામા સ્કૂલમાં તિરંગો ફરકાવ્યો : રાષ્ટ્રગીત ગાયું

હિઝબુલ કમાન્ડર બુરહાન વાની ૮ જુલાઈ, ૨૦૧૬ ના રોજ એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળો દ્વારા માર્યો ગયો હતો

શ્રીનગર,તા.૧૬: સ્વતંત્રતા દિવસની ૭૫મી વર્ષગાંઠ પર જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી બુરહાન વાનીના પિતાએ તિરંગો ફરકાવ્યો અને તેને સલામી આપી. હિઝબુક આતંકવાદી બુરહાન વાનીના પિતાએ મુઝફ્ફર વાનીએ ગર્લ્સ હાયર સેકેન્ડરી સ્કૂલમાં રવિવારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રગીત પણ ગાયુ હતું. મહત્વનું છે કે બુહરાન વાની જુલાઈ ૨૦૧૬જ્રાક્નત્ન સુરક્ષાદળોની સાથે અથડામણમાં ઠાર થઈ ગયો હતો.

અધિકારીઓએ જણાવ્યુ કે બુરહાન વાનીના પિતા મુઝફ્ફર વાની એક શિક્ષક છે અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસને શિક્ષણ સહિત તમામ વિભાગોને તે નક્કી કરવાનું કહ્યું હતું કે સ્વતંત્રતા દિવસ પર બધા કાર્યાલયોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે હિઝબુલ કમાન્ડર બુરહાન વાની ૮ જુલાઈ, ૨૦૧૬ ના રોજ એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળો દ્વારા માર્યો ગયો હતો. આતંકવાદી બુરહાન માત્ર ૧૫ વર્ષની ઉંમરે હિઝબુલમાં જોડાયો હતો. જયારે બુરહાન વાની માર્યો ગયો હતો, ત્યારે ખીણ સંપૂર્ણપણે અશાંત હતી. કાશ્મીરમાં લગભગ પાંચ મહિના સુધી અશાંત વાતાવરણ રહ્યું હતું જે દરમિયાન સોથી વધુ લોકો (સામાન્ય નાગરિકો અને સૈનિકો) માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા.

(10:03 am IST)