Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહાઅધિવેશન

૨૨ રાજ્યોમાંથી પત્રકારો એકત્ર : પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ દોહરાવાઇ : કોરોનામાં દિવંગત બનેલ પત્રકારોને શ્રધ્ધાંજલી

રાજકોટઃ દેશના નકસલ પ્રભાવિત છત્ત્।ીસગઢ રાજયનાં બિલાસપુર શહેરમાં 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ(રજી.)' નું પાંચમું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું.જેમાં દેશના ૨૨ રાજયોમાંથી હજારોની સંખ્યામાં પત્રકારોએ ઉપસ્થિત રહી સંગઠનની પત્રકાર સુરક્ષા કાનૂનની લડતને દેશભરમાં સ્થાપિત કરવા માટેનાં મહાઅભિયાનની શરૂઆત કરી હતી. ઉપસ્થિત પત્રકારોને સંબોધન કરતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ  જીગ્નેશ કાલાવડિયા દ્વારા એલાન કરવામાં આવ્યું કે 'પત્રકાર સુરક્ષા કાનૂન'એ પત્રકારોની વાજબી માંગ છે અને તેના માટે લડત આપવા પત્રકારો કટિબદ્ઘ છે. કોરોના કાર્ડ માં મોતને ભેટેલા પત્રકારોને શહિદ ગણીને સંમેલનમાં તેમનાં આત્માની શાંતી માટે બે મિનીટનું મૌન પાળી તેમને શ્રદ્ઘાંજલિ પાઠવવામાં આવી હતી. છેલ્લાં બે વર્ષ દરમિયાન મોત ને ભેટેલ સંગઠ્ઠન નાં પદાધિકારીઓ એવાં સ્વ. યોગેન્દ્રસિંહ ચૌહાણ, સ્વ. ભરતસિંહ ઝાલા, સ્વ. રાજેશ ગુપ્તા, સ્વ. સલીમ બાવાણી સહિતના સ્વર્ગીય પત્રકારોને વિષેશ યાદ કરવામાં આવ્યાં હતાં. સંમેલનમાં દેશભરમાં ઙ્કપત્રકાર સુરક્ષા કાનૂનઙ્ખ ને લઈને પત્રકારોમાં જાગૃતિ માટે એક મહા અભિયાન ની શરૂઆત કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સંમેલનને છત્ત્।ીસગઢના વરિષ્ઠ પત્રકાર અને લેખક એવા શંકર પાંડે એ સંબોધન કરી છત્ત્।ીસગઢ વિધાનસભામાં આગળના સત્રમાં જો 'પત્રકાર સુરક્ષા કાનૂન'નો ડ્રાફ્ટ પેશ કરવામાં નહીં આવે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ'ના આ મહાઅધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા છત્ત્।ીસગઢ હાઇકોર્ટ બાર એસોસીએશનના અધ્યક્ષ એડવોકેટ કેશવાનીજીએ 'પત્રકાર સુરક્ષા કાનૂન'ની માંગને પત્રકારોનો અધિકાર ગણાવી તેના માટે સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડવા તમામ સહયોગની ખાતરી આપી હતી.  'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ'ના આ મહાઅધિવેશનમાં  કોરોના કાળ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરનાર પત્રકારોનું 'કોરોના વોરિયર' તરીકે સ્મૃતિ ચિહન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.  મહા અધિવેશન ની  સાથે જ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેંકડો પત્રકારોએ રકતદાન કરીને સમાજ પ્રત્યેનું પોતાનું ઉત્ત્।રદાયિત્વ નિભાવ્યું હતું. 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ'ના સંમેલનમાં ગુજરાતથી અનેક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા તે તમામનું સ્મૃતિ ચિન્હ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. સંગઠન દ્વારા પત્રકારત્વ ક્ષેત્રમાં અવિસ્મરણીય કામગીરી કરનાર પત્રકાર માટે 'લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ' શરૂ કરવામાં આવ્યો છે જે આ વર્ષે છત્ત્।ીસગઢના જાણીતા પત્રકાર અને લેખક તેમજ ABPSS ના રાષ્ટ્રીય સંરક્ષક  શંકર પાંડેને એનાયત કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર મહિનામાં ગુજરાત ખાતે 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ'ની રાષ્ટ્રીય કમિટીની બેઠક  બેઠક ગાંધીનગર મુકામે યોજાશે જેમાં દેશભરમાં 'પત્રકાર સુરક્ષા કાનૂન'ને લઈને મહા અભિયાન માટેની રણનીતિ તૈયાર કરવા જાહેરાત કરાઇ હતી. ગુજરાતમાંથી સંમેલનમાં રાષ્ટ્રિય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયા ઉપરાંત  ટ્રેઝરર અજયસિંહ પરમાર, રાષ્ટ્રિય સચિવ શહેનાઝ મલેક  સહિતનાં  પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

(10:01 am IST)