Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અમેરિકાએ કાબુલમાં 5 હજાર ઉપરાંત વધુ એક હજાર સૈનિકો મોકલ્યા : કાબુલમા સંપૂર્ણ અરાજકતાનો માહોલ

કાબુલ : મોડી રાત્રે સંપૂર્ણ અફઘાનિસ્તાનનો કબજો તાલિબાનોએ લઈ લીધો છે. કાબુલમાં પણ પ્રવેશી ચૂક્યા છે અને નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરી દીધી છે ત્યારે એરપોર્ટ સહિત કાબુલમાં રહેલા સેંકડો અમેરિકનોની અને વિદેશી એલચી કચેરીઓની રક્ષા માટે અમેરિકાએ હાલમાં કાબુલમાં રહેલા ૫૦૦૦ અમેરિકન સૈનિકો ઉપરાંત વધુ એક હજાર સૈનિકો મોકલી આપ્યાનું જાણવા મળે છે.

કાબુલની સ્થિતિ ખૂબ જ ખતરનાક બની ગઈ છે. કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ફાયરિંગના અવાજો આવ્યા છે અને સંપૂર્ણ અરાજકતાનો માહોલ જોવા મળે છે.

(12:00 am IST)