Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજમાં મહિલાઓએ ઈસ્લામના શરિયા કાયદાનું પાલન કરવું પડશે : હિજાબ ફરજીયાત : ભણવાની મંજૂરી આપશે

તાલિબાની પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું કે મહિલાઓએ હિજાબ પણ પહેરવો પડશે. તેમણે કહ્યું કે મહિલાઓને ભણવાની મંજૂરી અપાશે પરંતુ તેમન માટે હિજાબ પહેરવો જરુરી છે.

તાલિબાની પ્રવક્તાએ સ્પસ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેમને અલી અહમદ જલાલીનુ સત્તામાં આવવું જરા પણ મંજૂર નથી. અને તાલિબાન જલાલીનું કદી પણ સમર્થન નહીં કરે. તાલિબાનને જલાલીના રાષ્ટ્રપતિ બનવાનો પ્રસ્તાવ મંજૂર નથી.

  તાલિબાનના બે અધિકારીઓએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં સત્તા હસ્તાંતરણ માટે વચગાળાની કોઈ સરકાર નહીં બને. તેમણે બન્નેએ કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનની સંપૂર્ણ સત્તા સંભાળવા જઈ રહ્યાં છે.

(12:00 am IST)