Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના વેક્સિનના 56 કરોડથી પણ વધુ ડોઝ અપાયા :આરોગ્ય મંત્રાલય

3.03 કરોડથી વધારે (3,03,90,091) બાકી અને અનયુઝ્ડ કોવીડ વેકસીનના ડોઝ હજુ પણ ઉપલબ્ધ

નવી દિલ્હી :  આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે  માહિતી આપી કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 56 કરોડથી વધુ (56,76,14,390) વધારે વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે અને 5,00,240 ડોઝ હજુ પાઇપલાઇનમાં છે. આ ડોઝ વહેલામાં વહેલી તકે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પહોચાડવામાં આવશે.

જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ ડોઝમાંથી વેસ્ટેજ ડોઝની પણ ગણતરી કરવામાં આવે તો કુલ 54,02,53,875 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, 3.03 કરોડથી વધારે (3,03,90,091) બાકી અને અનયુઝ્ડ કોવીડ વેકસીનના ડોઝ હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે.

(12:00 am IST)