Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

દિલ્હી એઇમ્સ કેમ્પસમાં ફાયર સ્ટેશન ધરાવતી દેશની પ્રથમ હોસ્પિટલ બની : 75માં સ્વતંત્રતા દિવસની ભેટ

ફાયર સ્ટેશનનું માળખું AIIMS દ્વારા અપાશે અને મેનપાવરની વ્યવસ્થા દિલ્હી ફાયર સર્વિસ કરશે.

નવી દિલ્હી : રવિવારે 75 માં સ્વતંત્રતા દિવસની જાહેરાત કરતા દિલ્હી ફાયર સર્વિસ ના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દેશની પ્રથમ હોસ્પિટલ બની છે કે જેના કેમ્પસમાં ફાયર સ્ટેશન છે. તેમણે આને ગર્વની ક્ષણ ગણાવી.

ગર્ગે વધુમાં જણાવ્યું હતું કે, એઈમ્સે (AIIMS) દિલ્હી ફાયર સર્વિસ સાથેના સહયોગથી હોસ્પિટલની અંદર ફાયર સ્ટેશન ખોલવામાં આવ્યું છે જેથી કોઈપણ આપત્તિનો સામનો કરી શકાય. તેમણે વધુમાં માહિતી આપી કે ફાયર સ્ટેશનનું માળખું AIIMS દ્વારા આપવામાં આવશે અને મેનપાવરની વ્યવસ્થા દિલ્હી ફાયર સર્વિસ કરશે.

(12:00 am IST)