Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મેઘાલયના સીએમના નિવાસ ઉપર પેટ્રોલ બોમ્બથી હુમલો : શિલોંગમાં બે દિવસનો કરફયુ લાદી દેવામાં આવ્યો : રાજ્યના કેટલાક ભાગોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરાઈ

મેઘાલયના મુખ્યમંત્રી કોનરેડ સંગમાના આવાસ ઉપર રાત્રે પેટ્રોલ બોંબ દ્વારા હુમલો. મોડી રાતે ગૃહમંત્રી રિંબૂઈ ના રાજીનામા બાદ પણ રાજ્યમા હિંસા અને તનાવની સ્થીતી યથાવત. એનડીટીવીના અહેવાલમાં જણાવાયું છે. મેઘાલય અને આસામ વચ્ચે સીમા વિવાદ લાંબા સમયથી ચાલ્યો આવે છે અને તાજેતરમાં જ પાંચ પોલીસોના આ ઝઘડામાં મૃત્યુ પણ થયા હતા.

મેઘાલયના પાટનગર શિલોંગમાં બે દિવસનો કરફયુ પણ લાદી દેવામાં આવ્યો છે. તોડફોડ અને આગચંપીના અહેવાલો બાદ રાજ્યના કેટલાક ભાગોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે.

(12:00 am IST)