Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

નવા કાયદાઓમાં અસ્પષ્ટતા જેવી સ્થિતિ ચિંતાજનક : મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા

જો સંસદોમાં બુદ્ધિજીવી અને પ્રોફેશનલ લોયર ના હોય તો આવું જ થાય છે

નવી દિલ્હી :સ્વતંત્રતા દિવસના અવસરે ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણાએ  પોતાના સંબોધનમાં દેશમાં બનાવનારા નવા કાયદાઓના સંદર્ભમાં ટિપ્પણી કરતાં કહ્યું કે, આજના કાયદાઓમાં ક્યાં હેતુથી બનાવવામાં આવ્યા છે, તેનો ખ્યાલ આવી રહ્યો નથી.

સંસદની વર્તમાન સ્થિતિ પર વાત કરતાં તેમને પોતાના સંબોધનમાં કહ્યું કે, જો તમે જૂના દિવસોની સંસદોમાં થનારી ચર્ચાઓને જોશો તો આજની સરખામણીમાં એકદમ અલગ હતી. પહેલાની ચર્ચાઓમાં બુદ્ધિમત્તા અને રચનાત્મકતા જોવા મળતી હતી.

મુખ્ય ન્યાયાધીશે આગળ કહ્યું કે, પહેલા પણ કાયદાઓ બનતા હતા, ચર્ચાઓ થતી હતી પરંતુ આજની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. આપણને આજે બનનારા કાયદાઓમાં અનેક રીતની ખામીઓ જોવા મળી રહી છે. કાયદાઓમાં અસ્પષ્ટતાઓ જોવા મળે છે.

તેમને કહ્યું કે, “હવે બનનારા કાયદાઓમાં કોઈ સ્પષ્ટતા નજરે આવતી નથી. બનેલા કાયદાઓથી ખબર પડતી નથી કે આ ક્યા હેતુથી બનાવવામાં આવ્યો છે. આ સ્થિતિ સરકાર માટે અનેક નુકશાન અને જનતા માટે અસુવિધાનું કારણ બની રહી છે. જો સંસદોમાં બુદ્ધિજીવી અને પ્રોફેશનલ લોયર ના હોય તો આવું જ થાય છે.”

CJI એનવી રમણાએ કહ્યું કે- “જો આપણે પોતાના સ્વતંત્રતા સેનાનિયો ઉપર પણ નજર નાખીએ તો તેમાં પણ અનેક વકીલ બિરાદરીના હતી. લોકસભા અને રાજ્યસભાના શરૂઆતી સભ્યોમાં અનેક વકીલ હતી, જેના કારણે તે સમયે સંસદોમાં પણ ચર્ચા રચનાત્મક થતી હતી. આજે આપણે જે જોઈ રહ્યાં છીએ તે દૂર્ભાગ્યપૂર્ણ છે. ”

ઉલ્લેખનિય છે કે, ચોમાસુ સત્ર હંગામાં વચ્ચે ખત્મ થઈ ગયો. તેની શરૂઆત પેગાસસ જાસૂસી કાંડ પર હંગામા સાથે થયો હતો. સત્રના અંત સુધી વાત એટલી બગડી ગઈ કે, રાજ્યસભામાંથી ધક્કામૂક્કીનો વીડિયો સુધી સામે આવી ગયો હતો.

(12:00 am IST)