Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

તાલિબાનો દ્વારા ટૂંક સમયમાં અફઘાનિસ્તાનનું નવું નામ "ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન" જાહેર કરાશે

કાબુલ: મોડી રાત્રે તાલીબાન સત્તાધીશોએ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ કાબુલના પ્રમુખના મહેલમાંથી "ઈસ્લામિક અમીરાત ઓફ  અફઘાનિસ્તાન"ની જાહેરાત કરશે. અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગની કાબુલ છોડીને તાજિકિસ્તાન ભાગી ગયા છે. અને તેમના મહેલનો કબજો તાલિબાનોએ લઈ લીધો છે. વિશ્વભરમાંથી અશરફ ગની ઉપર ફિટકાર વરસી રહ્યો છે કે તેમણે દગો કરીને અફઘાનિસ્તાનને તાલિબાનોના હાથમાં ધરી દીધું છે.

(12:00 am IST)