Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

આગામી દિવસોમાં ઉત્તર અને દક્ષિણ ભારતમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદની શક્યતા

જાણીતા વેધરમેન કેન્ની એ ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે ૧૯-૨૦ ઓગસ્ટથી ઉત્તર અને દક્ષિણ ભારતના હવામાન ઉપર નજર રાખવી જરૂરી છે. પંજાબ અને હરિયાણા, નવી દિલ્હી, જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગો, તથા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ અને તોફાની વરસાદી પવનની શક્યતા છે. તેવી જ રીતે ૨૧ ઓગસ્ટ પછી દક્ષિણ ભારતમાં કેરળ, તામિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં કેટલાક ભારે ગાજવીજ સાથેના વરસાદી તોફાનની શક્યતા છે. જ્યારે આવતીકાલે આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની સંભાવના છે. તો ઓરિસ્સા, છત્તીસગઢ અને તેલંગાણાના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

(12:00 am IST)