Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

પૂર્વ સૈનિકોએ સ્વતંત્રતાનાં દિવસે સિંઘુ સરહદ તરફ કરી કૂચ : ખેડૂતોના સમર્થનમાં ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

વિરોધ કરી રહેલા ખેડૂતોએ ‘કિસાન મઝદુર આઝાદી સંગ્રામ દિવસ’ ઉજવ્યો

નવી દિલ્હી : દેશના 75માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભૂતપૂર્વ સૈનિકોએ સિંઘુ સરહદ પર માર્ચ કાઢી હતી, જ્યાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ ‘કિસાન મઝદુર આઝાદી સંગ્રામ દિવસ’ ઉજવ્યો હતો. ખેડૂત નેતા રમિન્દર સિંહ પટિયાલાએ જણાવ્યું હતું કે ખેડૂત નેતા સતનામ સિંહે સિંઘુ બોર્ડર પર તિરંગો ફરકાવ્યો હતો અને કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડૂત નેતા સતનામ સિંહ (85) એ સવારે 11 વાગ્યે તિરંગો ફરકાવ્યો, ત્યારબાદ ભૂતપૂર્વ સૈનિકોએ આગળ કૂચ કરી. જલંધરની ડીએવી કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં લગભગ દોઢ થી બે કલાક સુધી ભાંગડા કરવામાં આવ્યા. આ કાર્યક્રમ લગભગ 3 થી 4 વાગ્યે સમાપ્ત કરવામાં થયો. જમ્હૂરી કિસાન સભાના મહામંત્રી કુલવંત સિંહે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કિસાન મઝદુર આઝાદી સંગ્રામ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

ભૂતપૂર્વ સૈનિકોએ KFC રેસ્ટોરન્ટથી સિંઘુ બોર્ડર પર મુખ્ય સ્ટેજ સુધી માર્ચ કાઢી. પટિયાલાએ કહ્યું, ‘કિસાન મઝદૂર આઝાદી સંગ્રામ દિવસ’ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે, જ્યાં લોકોએ ખેડૂતોના સમર્થનમાં ધ્વજ ફરકાવ્યો. અન્ય એક નેતાએ કહ્યું કે ટિકરી બોર્ડર પર પણ ખેડૂતોના સમર્થનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે ‘તિરંગા યાત્રા’ ગાઝીપુર બોર્ડર પર થઈ હતી. અમે સવારે 8 વાગ્યે ધ્વજ ફરકાવ્યો. ભારતીય કિસાન યુનિયન (BKU) ના ધર્મેન્દ્ર મલિકે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે હાપુડથી 500 મોટરસાઇકલની ‘તિરંગા યાત્રા’ બપોરે 2 વાગ્યે ગાઝીપુર બોર્ડર પર પહોંચી. દેશના જુદા જુદા ભાગોના ખેડૂતો ગયા વર્ષે નવેમ્બરથી ત્રણ કૃષી કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

(12:00 am IST)