Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

તાલિબાને લડવૈયાઓને "લૂંટ" રોકવા માટે કાબુલમાં પ્રવેશવા આદેશ આપ્યો : બગરામ એરબેઝ પણ કબજે

એરબેઝની સુરક્ષામાં તૈનાત અફઘાન સેનાએ તાલિબાન આતંકવાદીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું

તાલિબાને તેમના લડવૈયાઓને "લૂંટ" રોકવા માટે કાબુલમાં પ્રવેશવાનો આદેશ આપ્યો છે.

  દરમિયાન તાલિબાને બાગરામ એરબેઝ પર પણ કબજો કરી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એરબેઝની સુરક્ષામાં તૈનાત અફઘાન સેનાએ તાલિબાન આતંકવાદીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ એરબેઝ પર મોટી સંખ્યામાં કેદીઓને પણ રાખવામાં આવ્યા છે. આ એરબેઝ એક સમયે અફઘાનિસ્તાનમાં અમેરિકાનો સૌથી મોટો લશ્કરી અડ્ડો હતો.

(12:00 am IST)