Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

પૂર્વ ગૃહમંત્રી અહમદ જલાલીને નવી સરકારના વચગાળાના વડા તરીકે પસંદ થવાની શક્યતા

જલાલીએ જર્મનીમાં પૂર્વ અફઘાન રાજદૂત તરીકે પણ સેવા આપી છે.અને સૈન્યમાં ભૂતપૂર્વ કર્નલ પણ રહી ચૂક્યા છે

નવી દિલ્હી : તાલીબાનોએ અફઘાનિસ્તાનનાં મોટા ભાગના વિસ્તારો પર કબજો કરી લીધો છે. ત્યારે તાલીબાનોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર પણ પોતાની પકડ જમાવી છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્પતિ દ્વારા રાજીનામુ આપ્યા અને અફઘાન સરકારના સરેન્ડર કર્યા ના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ત્યારે અફઘાનિસ્તાનનાં નવા મુખ્યાના પદ માટે એક નામ ચર્ચાય રહ્યુ છે.

પૂર્વ ગૃહમંત્રી અલી અહમદ જલાલી અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરી શકે છે.તાલિબાને રવિવારે રાજધાની કાબુલમાં પ્રવેશતાની સાથે જ શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ કરી છે. આવી સ્થિતિમાં અહમદ જલાલીને નવી સરકારના વચગાળાના વડા તરીકે પસંદ કરી શકાય છે.

અહેમદ જલાલી અમેરિકામાં ભણેલા છે અને અફઘાન સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સાથે જલાલીએ જર્મનીમાં પૂર્વ અફઘાન રાજદૂત તરીકે પણ સેવા આપી છે.એટલું જ નહીં, જલાલી સૈન્યમાં ભૂતપૂર્વ કર્નલ પણ રહી ચૂક્યા છે અને સોવિયત આક્રમણ દરમિયાન પેશાવરમાં અફઘાન રેજિસ્ટેંસ હેડક્વાટરમાં ટોચના સલાહકાર હતા.

અલી અહમદ જલાલીનો જન્મ કાબુલમાં થયો હતો, પરંતુ 1987 થી યુએસ નાગરિક હતા અને મેરીલેન્ડમાં રહેતા હતા. તેઓ 2013માં અફઘાનિસ્તાન પરત ફર્યા હતા.જે બાદ તેમને અહીંની સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2004 માં પણ તેઓ ગૃહ મંત્રી તરીકે ચૂંટાયા અને 2005 સુધી આ પદ પર રહ્યા.

પૂર્વ ગૃહમંત્રી અહમદ જલાલીને નવી સરકારના

વચગાળાના વડા તરીકે પસંદ થવાની શક્યતા

જલાલીએ જર્મનીમાં પૂર્વ અફઘાન રાજદૂત તરીકે પણ સેવા આપી છે.અને સૈન્યમાં ભૂતપૂર્વ કર્નલ પણ રહી ચૂક્યા છે

ફોટો jalali

(12:00 am IST)