Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મોડી રાત્રે કાબુલના અનેક વિસ્તારોમાં ગોળીબારના અવાજો સંભળાય છે: અમેરિકા કાબુલ એરપોર્ટનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે, ઉપરાંત ટોચના રાજકીય અધિકારીઓની હાજરી પણ અફઘાનિસ્તાનમાં ચાલુ રાખશે: કેટલીક શરતોને આધીન અમેરિકા તાલિબાનોને માન્યતા આપે તેવી પણ ચર્ચા: કાબુલમાં પળે પળે બદલાતી પરિસ્થિતિ

મોડી રાત્રે અફઘાનિસ્તાનના પાટનગર કાબુલના સંખ્યાબંધ વિસ્તારોમાં ગોળીબારના અવાજો  સંભળાઈ રહ્યાનું નજરે જોનાર સાક્ષીઓને ટાંકીને આંતરિક મંત્રાલયએ જણાવ્યું છે. 

દરમિયાન અમેરિકાએ જાહેર કર્યું છે કે તેઓ કાબુલ એરપોર્ટનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે. 

આ બધા વચ્ચે અફઘાનિસ્તાનના સરક્ષણ મંત્રી અસરફ ગની પણ નાસી છૂટયા છે, આ પહેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તઝાકિસ્તાન ભાગી ગયા હતા.

રશિયાની સરકારે હજી સુધી તાલિબાનોને અફઘાનિસ્તાનના કાયદેસરના શાસકો તરીકે માન્યતા આપી નથી પરંતુ રશિયાએ અફઘાનિસ્તાનના પ્રમુખ નાસી છૂટતા વચગાળાની સરકાર માટે સહકાર આપવા તૈયારી દર્શાવી છે. 

દરમિયાન એક આશ્ચર્યજનક આવેલા વણાંક મુજબ કેટલીક શરતોને આધીન અમેરિકા અફઘાનિસ્તાનમાં નવી તાલિબાની સરકારને માન્યતા આપે તેવી વાતો પણ બહાર આવી રહી છે.  આ શરતોમાં સ્ત્રીઓના માનવ અધિકારોના રક્ષણની ખાતરી અને વિદેશોના રાજદ્વારી મિશનોને હાનિ નહીં પહોંચાડવાની ખાત્રી એ મુખ્યત્વે છે. 

બ્લિન્કનના નિવેદન મુજબ અમેરિકા અફઘાનિસ્તાનમાં તેના કોર રાજકીય અધિકારીઓની હાજરી ચાલુ રાખશે..

કાંઈ સ્થાનમાં તાલિબાનોના કાબુલ પ્રવેશના પગલે પળે પળે સ્થિતિ બદલાઇ રહી છે.

(12:00 am IST)