Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

તાલિબાનો કાબુલના દ્વારે પહોંચી ગયા: લશ્કરને કાબુલમાં દાખલ નહીં થવા આદેશ આપ્યો: લોકોને પોતાના ઘરમાં જ રહેવા હુકમ: કાબુલમાં ભારે અફરાતફરીનો માહોલ

અફઘાનિસ્તાન છોડીને  તાઝીકિસ્તાન ચાલ્યા ગયેલા અફઘાન પ્રેસિડેન્ટ શ્રી ગનીએ સરકારી લશ્કરી દળોને કાબુલમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા હાકલ કરી છે. ત્યારે તાલિબાન લશ્કર વિજય કૂચ કરતા કાબુલના દરવાજે પહોંચી ગયાનું જાણવા મળે છે. 

તાલિબાનોએ એક નિવેદન જાહેર કરી તેમના તમામ લશ્કરી દળોને કાબુલમાં દાખલ નહીં થવા આદેશ આપ્યા છે. તેઓ સત્તાની ફેરબદલી શાંતિપૂર્ણ રીતે કરવા માગે છે. કોઈપણ નાગરિક કે લશ્કરી અધિકારી, જવાનો વિરુદ્ધ બદલાની ભાવના નહીં રખાય તેવું વચન તાલિબાનોએ આપ્યું છે. 

અફઘાન લશ્કરમાં અને અફઘાન સરકારમાં કામ કરનાર તમામને માફ કરી દેવામાં આવશે અને તમામ લોકોને પોતાના ઘરમાં જ રહેવા અને દેશ છોડી ભાગી જવાનો પ્રયાસ નહીં કરવા પણ તાલિબાનોએ આદેશ આપ્યો છે.

(12:00 am IST)