Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

આરસીબી ટ્રોફી જીતશે નહીં, ત્યાં સુધી તે લગ્ન નહીં કરું : ગજબની જીદ : શું આ વખતે છોકરીના લગ્ન થઇ શકશે ?

આ છોકરીનો ફોટો વાયરલ થયા બાદ અમિત મિશ્રાએ તેના પેરેન્ટ્સ માટે ચિંતા વ્યક્ત કરી

મુંબઈ : આરસીબીના શરમજનક પ્રદર્શનથી ફેન્સને પણ મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે આવા સમયે એક ફેન એવી પણ છે, જેણે આરસીબીના જીતવા પર લગ્ન કરવાની કસમ ખાધી છે.

  બે વર્ષ પહેલા આરસીબીના મેચમાં એક ફેનનો ફોટો ખૂબ જ વાયરલ થયો હતો. આ ફોટોમાં છોકરીએ એક પોસ્ટરમાં લખ્યું હતું, કે જ્યાં સુધી આરસીબી ટ્રોફી જીતશે નહીં, ત્યાં સુધી તે લગ્ન નહીં કરે.

   આ છોકરી ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં પણ જોવા મળી હતી. જેનો ફોટો ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો. આ છોકરીનો ફોટો વાયરલ થયા બાદ અમિત મિશ્રાએ તેના પેરેન્ટ્સ માટે ચિંતા વ્યક્ત કરી હતી.

  અમિત મિશ્રાએ કહ્યું હતું કે, હું તેના માતા-પિતાને લઈને ખૂબ જ ચિંતિત છું. અમિત મિશ્રાએ આ કમેન્ટને સૌ કોઈએ આરસીબી પર કટાક્ષ સમજ્યો હતો.

   આરસીબી કેટલીય વાર ટ્રોફી જીતવાની નજીક આવી ચુકી છે. તેને ત્રણ વાર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગત સીઝનમાં આરસીબીને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાનથી સંતોષ કરવો પડ્યો હતો. તે પ્લેઓફ માટે ક્વાલિફાઈ કરી શકી નહોતી. આ વખતે પણ આરસીબીનું શરમજનક પ્રદર્શન ફેન્સ માટે ચિંતાનો વિષય બનેલું છે.

(11:55 pm IST)