Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ટીવી-નાઇન ચેનલના ઓપિનિયન પોલ મુજબ ભાજપના એનડીએ મોરચાને ૩૬૨ બેઠક, વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનને ૧૪૯ બેઠક મળશે

ટીવી-નાઇન ના ઓપિનિયન પોલ મુજબ ભાજપના એનડીએ મોરચાને ૩૬૨ બેઠક, વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનને ૧૪૯ બેઠક જ્યારે અન્યોને ૩૨ બેઠક મળી રહી છે.
 
આ ઓપિનિયન પોલ મુજબ ગુજરાતની તમામ ૨૬  લોકસભા બેઠકો ફરી ભાજપના ફાળે જઈ રહી છે. ઉત્તરાખંડ(૫), હિમાચલ(૪), મધ્યપ્રદેશ(૨૯) ની તમામ બેઠકો ભાજપ - એનડીએ મોરચાને મળી રહી છે.
 
પશ્ચિમ બંગાળની ૪૨ બેઠકોમાંથી ૨૧ એનડીએ મોરચાને અને ૨૦ બેઠકો તૃણમૂલ કોંગ્રેસને મળી રહી છે.
 
ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકમાંથી ૬૮ બેઠકો ભાજપના એનડીએ મોરચાને તથા વિરોધ પક્ષના ઇન્ડિયા મોરચાને બાર બેઠક મળી રહી છે.
 
ટીવી-નાઈન ના સર્વે મુજબ દિલ્હીની સાત બેઠકમાંથી છ બેઠક એનડીએ મોરચાને અને એક બેઠક ઇન્ડિયા મોરચાને મળી રહી છે.
 
તમિલનાડુમાં ૩૯ બેઠકોમાંથી કોંગ્રેસ સહિતના વિપક્ષોના ઇન્ડિયા મોરચાને ૩૨ બેઠકો જ્યારે ભાજપના એનડીએ મોરચા ને પાંચ બેઠકો તથા એઆઈએડીએમકેને માત્ર બે બેઠકો મળી રહી છે.
 
કર્ણાટકમાં કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપના એનડીએ મોરચાને ૨૩ તથા વિરોધ પક્ષના ઇન્ડિયા મોરચાને પાંચ બેઠકો મળી રહી છે.
 
આંધ્ર પ્રદેશની ૨૫ બેઠકમાંથી વાયએસઆરસીપી ને ૧૩ બેઠકો તથા એનડીએ મોરચાને ૧૨ બેઠકો મળી રહી છે.
 
જમ્મુ કાશ્મીરમાં લોકસભાની પાંચ બેઠકમાંથી એનડીએ મોરચા ને ૨ અને ઇન્ડિયા મોરચાને ત્રણ બેઠક મળી રહી છે.

 

(10:30 pm IST)