Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

અયોધ્યાના રામ મંદિરમાં રામનો જન્મોત્સવ ઉજવવામાં આવશે

જન્મોત્સવ માટેની તૈયારીઓ ચાલી રહી છેઃ૧૮ અને ૧૯ એપ્રિલે બાળકરામના દર્શન સવારે ૬ વાગ્યાથી શરૃ થઈ જશે જે રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલુ રહેશે

અયોધ્યા, તા.૧૬

રામ નવમીના અવસર પર રામજન્મભૂમિ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી વખત આયોજિત થવા જઈ રહેલા ભવ્ય શ્રીરામ જન્મોત્સવની તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી છે. રામનવમીના દિવસે બપોરે ૧૨ વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાના પ્રતીકાત્મક જન્મના બાદ તેમના લલાટ પર સૂર્યના કિરણોથી સૂર્યાભિષેક કરવામાં આવશે.

ધર્મ શાસ્ત્રો અનુસાર ભગવાન રામનો જન્મ સૂર્યવંશમાં થયો હતો અને સૂર્યદેવ તેમના કુળદેવતા પણ છે. આજે પણ પૃથ્વી લોક પર સૂર્ય એકમાત્ર ઉર્જાનો સ્ત્રોત છે અને તે બધા ગ્રહોના રાજા પણ છે.

રામનવમી એટલે કે બુધવારે બાળકરામના દર્શન માટે રામ મંદિરના કપાટ ૩.૩૦ વાગ્યાથી ખુલી જશે. દર્શનની સાથે જ શણગાર આરતી, ભોગ વગેરેનો કાર્યક્રમ ચાલતા રહેશે. આ કાર્યક્રમો માટે થોડા સમય માટે બાળકરામ પડદામાં જશે. રામ મંદિરમાં સુગમ દર્શન, આરતી અને વીઆઈપી પાસ પહેલા જ ૧૯ એપ્રિલ સુધી રદ કરી દેવામાં આવ્યા છે.

ત્યાં જ ૧૬, ૧૮ અને ૧૯ એપ્રિલે બાળકરામના દર્શન સવારે ૬ વાગ્યાથી શરૃ થઈ જશે. જે રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલુ રહેશે. શયન આરતીનો સમય શ્રદ્ધાળુઓની ભીડના હિસાબથી નક્કી કરવામાં આવે છે. આખા દિવસમાં ચાર વખત બાળકરામને ભોગ લગાવવામાં આવશે. ભોગ, શણગાર, વસ્ત્ર બદલવા અને આરતી વખતે પણ દર્સન નહીં રોકવામાં આવે. ફક્ત અમુક મિનિટો માટે જ પડદો પાડવામાં આવશે.

૧૭ એપ્રિલ એટલે કે રામ નવમીના દિવસે ૧૨ વાગ્યા પહેલાથી ઉત્સવ વિગ્રહોનો અભિષેક શરૃ થઈ જશે. રામલલાનો સૂર્યાભિષેક તેમના પ્રતીકાત્મક જન્મ બાદ લલાટે સૂર્યના કિરણોથી પ્રકાશિત કરવામાં આવશે. ત્યાં જ ૧૯ એપ્રિલ બાદથી દર્શકની નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. ૭ કતારોમાં દર્શન માટે જે સ્ટીલ બેરિકેડિગ કરવામાં આવી છે તેમાંથી ફક્ત ૨ ટ્રેકમાંથી જ સામાન્ય દર્શન માટે જઈ શકાશે.

(7:51 pm IST)