Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સલમાન ખાનના નિવાસસ્થાને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી શિંદે દોડી ગયા

સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ બાદ પોલીસ તંત્રએ ઝડપભેર કાર્યવાહી હાથ ધરી બિશ્નોય ગેંગના મનાતા બંને આરોપી શુટરોને કચ્છથી ઝડપી લીધા છે. કચ્છ પોલીસે બંનેનો કબજો મુંબઈ પોલીસને સોંપી આપ્યો છે.

દરમિયાન સલમાન ખાનના મુંબઈ ખાતેના નિવાસસ્થાનની  બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ તેમને મળવા આજે સલમાન ખાનના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. શિંદેએ સલમાન અને સલીમ ખાન સાથે ચર્ચા કરી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

(7:13 pm IST)