Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

વારંવાર ફેસવોશ કરવાથી સ્‍કીન બગડવાની શક્‍યતાઃ જુદા-જુદા સ્‍ટેપ ફોલો કરવાથી ચામડીને બચાવી શકાય

જાણે-અજાણે થયેલી ભુલ સ્‍કીન માટે નુકશાનકારક સાબિત થઇ શકે

નવી દિલ્હીઃ ગરમી આવી ગઈ છે. જેને કારણે વારંવાર પરસેવો પણ થતો હોય છે. આવી સ્થિતિમાં ગરમીથી રાહત મેળવવા માટે ઘણાં લોકોને વારંવાર ફેસ વોશ કરવાની આદત હોય છે. જો તમને પણ આવી આદત હોય તો આ આર્ટિકલમાં આપવામાં આવેલી જાણકારી ખાસ વાંચી લેજો. કારણકે, વારંવાર ફેસ વોશથી પણ થઈ શકે છે નુકસાન. તમારી સ્કીનને ખરાબ થતા અટકાવવી હોય તો અહીં આપેલી જાણકારી તમારે અચુક વાંચવી જોઈએ. ઘણાં લોકો ફેસ વોશ કરતી વખતે કેટલી ભૂલો કરતા હોય છે સૌથી પહેલાં એ ચકાશો કે શું તમે પણ આવી કોઈ ભૂલ નથી કરતાને. કારણકે, ફેસવોશ કરતાં સમયે કરેલી ઘણી ભૂલો તમારી સ્કીન માટે ભારે પડી શકે છે. મોટાભાગની મહિલાઓ ફેશવોશ કરતાં સમયે જાણેઅજાણે એવી ભૂલો કરે છે કે તે સ્કીન માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.

પુરુષોની સરખામણીએ મહિલાઓ ફેસવોશનો વઘુ ઉપયોગ કરતી હોય છે. એ એક સ્વભાવિક વાત છે. કારણકે, પુરુષોની સરખામણીએ મહિલાઓ પોતાના અપિરિયન્સ, પોતાના લૂક અને પોતાની ત્વચાની વિશેષ કાળજી લેતી હોય છે. આવી સ્થિતિમાં ફેસવોશ અંગેની આ જાણકારી તમારા માટે ખુબ મહત્ત્વની બની રહેશે.

ઉલ્લેખનીય છેકે, ગરમીમાં આપણે ફેસવોશનો ઉપયોગ કરીએ છીએ. જે ચહેરાને સાફ કરવાની સાથે સાથે સ્કીન પર ગ્લો લાવે છે. પરંતુ ફેસવોશ કરવાની એક રીત છે. જેનાથી મોટાભાગની મહિલાઓ અજાણ છે. એ જ કારણે તેમની સ્કીનને ફેસવોશનો પૂરો લાભ મળતો નથી. અને તેનાથી અમુક મહિલાઓને સ્કીન સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ફેસ વોશ કરતી વખતે આ સ્ટેપ કરો ફોલોઃ

ફેસવોશ સ્ટેપ-1:

ફેસવોશ કરતાં સમયે મોટાભાગની મહિલાઓ હથેળી પર ફેસવોશ લઈને સીધા ચહેરા પર લગાવે છે અને તેને રગડવા લાગે છે. મોટાભાગની મહિલાઓ કાજલ, લિપસ્ટિક અને મેકઅપનો ઉપયોગ કરે છે. માટે ફેસવોશ કરતાં પહેલાં મેકઅપ રિમૂવરથી મેકઅપ દૂર કરવો જરૂરી છે. આવું ન કરવાથી મોટાભાગની મહિલાઓને સ્કીન એલર્જી, આંખોમાં બળતરા, ચહેરા પર ખંજવાળ, ખીલ વગેરેની સમસ્યા સર્જાય છે.

ફેસવોશ સ્ટેપ-2:

મેકઅપ રિમૂવરથી ચહેરો સાફ કર્યા પછી પણ તમારે સીધું ફેસવોશ ન લગાવવું જોઈએ. તે પહેલાં ચહેરાને સારા પાણીની સાફ કરી લેવો જોઈએ. તે બાદ હથેળીમાં ફેસવોશ લઈને બંને હાથથી રગડતા રગડતા ચહેરો સાફ કરવો અને સર્કુલર મોશનમાં ફેરવેને ચહેરાને ફેસવોશ કરવું.

ફેસવોશ સ્ટેપ-3:

ફેસવોશ કર્યા પછી ચહેરાને રૂમાલથી સાફ કરી લો અને તેમાં તરત ટોનર અને મોઈશ્ચુરાઈઝર લગાવી દો. આ સિવાય તમે અસેન્શિયલ ઓઈલ પણ લગાવી શકો છો. આવું કરવાથી સ્કીન પોર્સને ટાઈટ કરવામાં અને તેને પોષણ આપવામાં મદદરૂપ થાય છે.

ફેસવોશ સ્ટેપ-4:

તમારા ચહેરાની સ્કીન ટાઈટ રહે તે માટે જરૂરી છે કે તમે ફેસવોશ પછી ચહેરાને સાફ કરીને તરત ટોનર અને મોઈશ્ચુરાઈઝર લગાવી દો. જો તમે ફેસવોશ પછી ઘણીવાર સુધી ત્વચાને એમનામ રાખો છો તો સ્કીન પરના પોર્સ મોટા થઈ જાય છે અને ત્વાચા ઢીલી પડી જાય છે. આમ ફેસવોશ પછી તમારી સ્કીનને પોષણની જરૂર હોય છે. માટે ફેસવોશ કર્યા પછી તમારે સ્કીન પર જલદીથી ટોનર અને મોઈશ્ચુરાઈઝર લગાવવું જોઈએ.

(5:14 pm IST)