Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રૂપાલા પાસે હાથ ઉપર ૧૯ લાખ તો પત્‍ની પાસે ૯ લાખની રોકડ બંને પાસે થઇને ૧૧ાા કરોડની જંગમ મીલકતઃ સવા કરોડનો બંગલો

પરસોતમ રૂપાલા અમરેલીના ઇશ્વરીયાના રહેવાસીઃ Bsc-Bed અભ્‍યાસ.. : કોઇ કરજ-દેવુ નથીઃ પત્‍ની ઉપર ૧ લાખ ૯પ હજારની જવાબદારીઃ રૂપાલા પાસે ૩ કરોડ ૩૪ લાખની સ્‍થાવર મિલકત : રૂપાલા પાસે સ્‍થાવર-જંગમ તથા હાથ ઉપર રોકડ-સોનુ-ચાંદી-બેંકના યુનિટો મકાન-બંગલો જમીન મળી ર૭ થી ર૮ કરોડની વિગતો જાહેર : પત્‍ની પાસે ૧ાા કરોડના ૩ મતબર કંપનીના શેરઃ રૂપાલા પાસે રાા લાખનું સોનું, ર લાખનું ચાંદીઃ ૮૭પ૦૦ ની કિંમતની વિદેશી બનાવટની બંદૂક : સવિતાબેન પાસે ૮૧ લાખનું સોનું ર લાખની ચાંદી-૪ાા લાખના ચાંદીના વાસણ... રૂપાલા પાસે દિલ્‍હીની એસબીઆઇમાં ૧૯ લાખની થાપણઃ પત્‍ની પાસે ર૭ લાખની થાપણ રૂપાલા પાસે એસબીઆઇની વિવિધ યોજનાના પાા થી ૬ કરોડના યુનિટઃ ૬ વર્ષની રિર્ટનમાં આવક ૧૧ લાખ થી ૧૭ લાખ દર્શાવીઃ કોઇ કેસ પેન્‍ડીંગ નથી, ત્રણ કોર્ટમાં ફોજદારી થઇ છેઃ તપાસ ચાલુ

ભાજપના ઉમેદવાર શ્રી પરસોતમભાઇ રૂપાલાએ કલેકટર સમક્ષ પોતાનું સોગંદનામું રજૂ કર્યુ તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શ્રી પરસોતમભાઇ ખોડાભાઇ રૂપાલાએ મુ. પો. ઇશ્વરીયા-જીલ્લો અમરેલી (ઉ.૬૯) એ આગેવાનોની હાજરીમાં સોગંદનામુ રજૂ કરી તમામ વિગતો કલેકટર સમક્ષ આપી હતી. તેઓનું મતદાર યાદીમાં નામ અમરેલી વિધાનસભામાં ભાગ નં. ૧પપ માં ક્રમાંક ૯૩૭ પર નોંધાયું છે.

સોગંદનામાંમાં રૂપાલાએ મોબાઇલ નંબર (૯૮રપ૩ ર૬૬૬૦) જાહેર કર્યો છે. તેમણે ર૦૧૮-૧૯ થી ર૦રર-ર૩ સુધીમાં એવરેજ ૧૧ લાખ થી ૧૭ લાખ ૩૯ હજારની આવક ઇન્‍કમટેક્ષ રિટર્નમાં દર્શાવી છે. જયારે પત્‍ની સવીતાબેનની આવક ર૦૧૮-૧૯ થી ર૦ર૧-ર૧ સુધીમાં ૬ લાખથી ૧ર લાખ ૩૬ હજાર દર્શાવી છે.

રૂપાલાએ પોતાની સામે કોઇ ફોજદારી કેસ પડતર ન હોવાનું જાહેર કર્યુ છે. તેમણે જાહેર કર્યુ છે કે મારી જાણ મુજબ કેટલીક કોર્ટ સમક્ષ પોતાની સામે ફોજદારી ફરીયાદો માટેની અરજી થઇ છે, જેની તપાસની પ્રક્રિયા ચાલુ છે, જેમાં ર૦ર૪-ગોંડલ તાલુકા કોર્ટમાં બોટાદની ગઢડા તાલુકા કોર્ટમાં તથા રાજકોટ સીવીલ કોર્ટનો સમાવેશ થાય છે. જેમાં ભારતીય ફોજદારી સંહિત - કલમ ૪૯૯ -પ૦૦, કલમ-પ૦૦ તથા કલમ ર૦૦ મુજબની બાબત છે.

શ્રી પરષોતમભાઇ રૂપાલાએ હાથ ઉપર રોકડ ૧૮ લાખ ૮૯ હજાર, પત્‍નીની પાસે ૯ લાખ ૧૩ હજારથી વધી દર્શાવી છે. દિલ્‍હીની એસબીઆઇમાં ખાતુ છે, અને તેમાં બે ખાતામાં કુલ ૧૯ લાખની રોકડ-બચત હોવાનું જાહેર કર્યુ છે, જયારે પત્‍નીનું ખાતું ગાંધીનગર એચડીએફસી બેંકમાં જેમાં ર૩ લાખ ર૬ હજાર તથા બીઓઆઇ માં ૩ લાખ ૬૪ હજારની થાપણો દર્શાવાઇ છે.

શ્રી રૂપાલા પાસે અમરેલી જીલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંકના રૂા. ૧૦૦ ના ભાવના ૧૦ શેર, સહકારી દૂધ ઉત્‍પાદન સંઘના ૧૧ શેર, એસબીઆઇના ૧ લાખ ૧૭ હજારના યુનિટ, જેની બજાર મુખ્‍ય ર કરોડ ૯૬ લાખ થવા જાય છે, આ ઉપરાંત એસબીઆઇના પ૧ લાખના અન્‍ય યુનિટ છે.

પત્‍ની સવીતાબેન પાસે અદાણી પોર્ટસ, સન ફાર્મા, અને સન ફાર્માસ્‍યુ ટીકલ આ ત્રણેય કંપનીના મળીને ૧ાા કરોડથી વધુના શેર છે.

આ ઉપરાંત ર લાખ ૬૭ હજારનું સોનું, ૧ લાખ ૯પ હજારનું ચાંદી, અને ૮૭પ૦૦ ની કિંમતની એક વિદેશી બનાવટની બંદૂક ધરાવે છે. જયારે પત્‍ની સવિતાબેન પાસે ૮૧ લાખનું સોનું, ર લાખની ચાંદી, તથા ૪ લાખ પ૩ હજારના ચાંદીના વાસણ ધરાવે છે. શ્રી રૂપાલાએ ૧૯૭ર માં એસએસસી, ૧૯૭૬ માં બીએસસી, ૧૯૭૭ માં બી.એઙ માં સફળતા મેળવી હતી.

શ્રી પરસોતભાઇ રૂપાલા પાસે પ કરોડ ૭૯ લાખની અને પત્‍ની સવિતાબેન પાસે પ કરોડ ૭૧ લાખની જંગમ મિલકત જાહેર કરી છે. શ્રી રૂપાલા પાસે ૩ કરોડ ૩૪ લાખની સ્‍થાવર મિલકત, વારસાગત મિલકત ર૮ લાખ પ૧ હજાર, પત્‍ની સવિતાબેન પાસે ર કરોડ અને વારસાઇ મિલ્‍કત ર૮ લાખ પ૧ હજારની રજૂ કરાઇ છે.

શ્રી રૂપાલા પાસે ૧ કરોડ ર૭ લાખનો બંગલો છે, આ ઉપરાંત પત્‍ની સવિતાબેન પાસે અમદાવાદ-એલીસ બ્રીજમાં ૧૪મા માળે વિશાલ ફલેટ જાહેર કરાયો, રૂપાલા પાસે ૪૩ લાખની અને પત્‍ની પાસે ૩૧ લાખની ખેતી-બિનખેતીની જમીનો જાહેર શ્રી રૂપાલાએ સંપતિની ખરીદી ૧૯૯૬ માં દેખાડી તેની વર્તમાન બજાર કિંમત ઉપરાંત ગાંધીનગર પ્‍લોટ વિગેરે મળી પતિ-પત્‍ની પાસે કુલ પોણા ૬ કરોડની મિલ્‍કતો દર્શાવાઇ છે.

શ્રી રૂપાલા ઉપર કોઇ કરજ દેવુ નથી, જયારે પત્‍ની સવિતાબેનના નામે ૧ લાખ ૯પ હજાર આર્થિક જવાબદારી બોલતી હોવાનું રજૂ કરાયું.

 

 

(3:48 pm IST)