Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ભાજપ ઉમેદવારોને અપાયેલ દરેક મત મોદીજીને ફરી પીએમ બનાવવા ઉપયોગીઃ અમિતભાઇ

ગુલાબીનગર જયપુરમાં ગૃહમંત્રી શાહનો ભવ્‍ય રોડ-શો :અબ કી બાર ૪૦૦ના પારના નારાથી રૂટ ગુંજી ઉઠયોઃ પહેલા મતદાન પછી જલપાનના શપથ લેવડાવ્‍યા

જયપુર,તા. ૧૬: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે. તમામ પાર્ટીઓએ પોતાના સ્‍ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે.

જયપુરમાં અમિતભાઇનો ભવ્‍ય રોડ-શો યોજાયો હતો. જયશ્રી રામ અને ભારત માતા કી જય વચ્‍ચે ૫૭ મીનીટના રસ્‍તા દરમિયાન અમિતભાઇએ લોકોને જલપાન પહેલા મતદાન માટે સંકલ્‍પ કરાવેલ. અક કી બાર ૪૦૦ પારના નારા લગાડયા હતા. સમગ્ર માહોલ ભગવામય નજરે પડેલ.

અમિતભાઇએ સભા સંબોધતા જણાવેલ કે, ૧૭ એપ્રિલે રામલલા અયોધ્‍યામાં પોતાના ભવ્‍ય મંદિરમાં જન્‍મદિન ઉજવશે. આ બધુ મોદી સરકારના કારણે સંભવ બન્‍યુ છે. મતદાનના દિવસે સવારે જ મત આપવા તેમણે અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવેલ કે, ભાજપ ઉમેદવારને આપવામાં આવેલ દરેક મત મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવામાં ઉપયોગી થશે.

આ રેલી દરમિયાન ખુલી જીપમાં અમિતભાઇ સાથે, મુખ્‍યમંત્રી ભજનલાલ શર્મા, ઉપપ્રમુખમંત્રી દિપાકુમારી તથા જયપુરના ઉમેદવાર મંજુ શર્મા પણ હાજર રહ્યા હતા. રોડ-શોની શરૂઆત સાંગાનેર ગેટ હનુમાન મંદિરે દર્શન કરીને થઇ હતી.

(2:57 pm IST)