Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ફેરનેસ ક્રિમના ઉપયોગથી કિડનીની સમસ્‍યાઓ વધી

કેરળની હોસ્‍પીટલના ડોકટરોની આંખો ઉઘાડતી શોધ

નવી દિલ્‍હી તા. ૧૬: ભારતમાં લોકોને ગોરા થવાની ઘેલછાના કારણે ફેરનેસ ક્રિમનું માર્કેટ ખુબ જ વધ્‍યું છે. એક શોધમાં જણાવ્‍યા મુજબ આ ફેરનેસ ક્રિમના ઉપયોગથી કિડનીની સમસ્‍યા વધી રહી છે. આ શોધ કેરળની એક હોસ્‍પીટલના ડોકટરોએ કરી છે.મેડીકલ જર્નર કિડની ઇન્‍ટરનેશનલમાં પ્રકાશીત શોધ મુજબ આ ક્રિમોમાં પારાનું તત્‍વ ભારે પ્રમાણમાં હોય છે, જે કિડનીને નુકશાન પહોંચાડે છે. જેથી મેમ્‍બ્રેનસ નેફ્રોપેથી (એમએન)ના કેસ વધી રહ્યા છે. શોધ દરમિયાન એક વ્‍યકિતને સેરેબ્રલ વેન થ્રોમ્‍બોસીસ પણ મળી આવેલ. ક્રિમમાનો પારો ચામડીથી કિડની સુધી પહોંચી કિડનીની ફિલ્‍ટર ક્ષમતાને કુશાન પહોંચાડે છે.

(2:32 pm IST)