Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

આ બંધારણ બચાવવાની ચૂંટણીઃ ગરીબ-ધનવાન વચ્‍ચેનું અંતર વધ્‍યું: પ્રિયંકા ગાંધી તુટી પડયા

ખુદ ખાએ સોને કી થાલી મે, જનતા કો દે તુટી પ્‍યાલી મે...: કોંગ્રેસ મહાસચિવેઃ શેર-શાયરી દ્વારા કર્યા પ્રહાર :અલબરમાં ૨ કિમીનો રોડ-શોઃ દૌસામાં વિશાળ જનમેદનીને સંબોધન

દૌસા,તા. ૧૬: કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધીએ દૌસા લોકસભાના બાંદીકુઇમાં ચૂંટણી સભાને સંબોધન કરી ઇલેકટોરલ બોન્‍ડનો મુદ્દે મોદી સરકાર પર નોખી રીતે તીખો હૂમલો કર્યો હતો.

પ્રિયંકાએ પંકિતઓ દ્વારા સંબોધન કર્યું હતું. ચંદામામા દૂર કે, પુએ પકાએ પુર કે, ખુદ ખાએ સોને કી થાલી મે, જનતા કો દે તુટી પ્‍યાલી મે, તેમણે વધુમાં જણાવેલ કે, જે ઉદ્યોગપતિઓ દાન આવે છે. તેની સામે સીબીઆઇ-ઇડીની કાર્યવાહી બંધ કરવામાં આવે છે. અને જે નથી આપતા તેને હેરાન કરવામાં આવે છે. જનતાનો અવાજ ઉઠાવનાર પર દરોડા પાડવામાં આવે છે. આચારસંહિતા લાગુ થયા બાદ પણ રાજકીય પક્ષોને નિશાન બનવાઇ છે છતા ચૂંટણી પંચ મૌન છે.

સભામાં પ્રિયંકાએ બેરોજગારી, મોંઘવારી, ઇલેકટોરલ બોન્‍ડ, અગ્નિવીર, જીએસટી અને ખેડૂતો,મજુરોને લઇને આકરા પ્રહારો પણ કર્યા હતા અલવર રોડ-શો પૂર્વ નિર્ધારિત રૂટથી અગાઉ જ પુરો કરવામા આવ્‍યો હતો. ત્‍યાંથી તેઓ બાંદીકુઇ માટે રવાના થયા હતા.

પ્રિયંકાએ સભાએ પ્રશ્‍ન પુછેલ કે, ખેડૂતોની આવક બે ગણી કરવાના ભાજપના વચનનું શું થયું. અમારી સરકાર આવશે તો કૃષિ સામગ્રી પરથી જીએસટી હટાવવામાં આવશે. ભગવાન રામને તેમના આદર્શો માટે પૂજવામાં આવે છે. અમીર-ધનવાન વચ્‍ચેનું અંતર વધ્‍યુ છે. આ બંધારણ બચાવવાની ચૂંટણી હોવાનું પણ પ્રિયંકા ગાંધીએ જણાવ્‍યું હતું.

(1:20 pm IST)