Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

અમદાવાદથી દિલ્‍હી માત્ર સાડા ત્રણ કલાકમાં

હાઇસ્‍પીડ ટ્રેન દોડાવવા તૈયારી : ૨૫૦ કિમીની હશે ઝડપ

નવી દિલ્‍હી, તા.૧૬: દિલ્‍હીથી અમદાવાદની મુસાફરી ૩.૫ કલાકમાં પૂર્ણ કરી શકાય છે. આ માટે દિલ્‍હીપ્રઅમદાવાદ વચ્‍ચે હાઈસ્‍પીડ રેલ કોરિડોર માટે બ્‍લુ પ્રિન્‍ટ તૈયાર કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હાઈ સ્‍પીડ રેલ કોરિડોરની મહત્તમ સ્‍પીડ ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. જ્‍યારે સરેરાશ ઝડપ ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાક રહેશે. કોરિડોરની લંબાઈ ૮૮૬ કિમી હશે.

જણાવવામાં આવી રહ્યું છે કે કોરિડોર બન્‍યા બાદ દિલ્‍હીથી અમદાવાદની મુસાફરી માત્ર ૩.૫ કલાકમાં પૂરી થઈ જશે. આ કોરિડોરની લંબાઈ ૮૮૬ કિલોમીટર છે. જેમાં દિલ્‍હીથી અમદાવાદ સુધી ૧૪ સ્‍ટેશન બનાવવામાં આવશે. હરિયાણામાં આ કોરિડોરની લંબાઈ લગભગ ૭૮.૨૨ કિલોમીટર છે.

રેલ્‍વે દ્વારા ફાઇનલ કરાયેલ ડીપીઆર કહે છે કે ટ્રેન સાબરમતી સ્‍ટેશનથી શરૂ થશે, જ્‍યાં મલ્‍ટી મોડલ હબ બનાવવામાં આવ્‍યું છે. એલિવેટેડ કોરિડોર પર સરેરાશ ૨૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે, ટ્રેન શહેરો વચ્‍ચેનો પ્રવાસ સમય હાલના ૧૨ કલાકથી ઘટાડીને માત્ર ૩.૫ કલાક કરશે.

તે દિલ્‍હીમાં પ્રવેશતા પહેલા ગુજરાત, રાજસ્‍થાન અને હરિયાણાના પસંદગીના સ્‍ટેશનોને આવરી લેશે.

તે હિંમતનગર, ઉદયપુર, ભીલવાડા, ચિત્તોડગઢ, અજમેર, કિશનગઢ, જયપુર, રેવાડી અને માનેસર સ્‍ટેશનને પાર કરશે.

(9:55 am IST)