Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

યુ.એસ. માં RSNA પ્રેસિડન્‍ટ તરીકે ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. વિજય એમ. રાવની નિમણુંક : એજયુકેશન, સંશોધન, હેલ્‍થકેર સહિતના ક્ષેત્રે સેવાઓ આપતી RSNA માં રેડિયોલોજી વિષયક કામગીરી સંભાળશે

ન્‍યુયોર્ક : યુ.એસ. માં ‘‘રેડિયોલોજીકલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા (RSNA)'' ના બોર્ડ ઓફ ડીરેકટર્સના પ્રસિડન્‍ટ તરીકે ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. વિજય એમ. રાવની ર૯ નવેં. ૨૦૧૭ ના રોજ નિમણુંક થઇ છે.

RSNA ની શિકાગો ખાતેની મીટીંગમાં ઉપરોકત નિમણુંકની ઘોષણા કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે  RSNA દ્વારા શિક્ષણને પ્રોત્‍સાહન, સંશોધનો, પેશન્‍ટ કેર, ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં સેવાઓ આપવામાં આવે છે જે પૈકી હેલ્‍થકેરમાાંે રેડિયોલોજી વિષયક કામગીરી ડો. વિજય એમ.રાવ સંભાળશે.

મહિલા ડો. રાવ ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેડિકલ સાયન્‍સના ગ્રેજયએટ છે તથા ૧૯૭૮ ની સાલથી થોમસ જેફરસન યુનિવર્સિટી હોસ્‍પિટલમાં ફેકલ્‍ટી મેમ્‍બર છે.  

(10:56 pm IST)