Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

યુ.એસ.માં સાક્રામાન્‍ટો કેલિફોર્નિયા ખાતેના મંદિરના પૂર્વ પૂજારી રઘુ શર્માને કોર્ટમાં હાજર કરાશે : પરણિત પ્રેમિકાના પતિ અશોક કુમારની ઓગ. ૨૦૧૬ માં હત્‍યા કરવાના આરોપસર જુબાની આગળ ચલાવાશે

કેલિફોર્નિયા : પરણિત પ્રેમિકાના પતિને મોતને ઘાટ ઉતારી દેવાના આરોપસર યુ.એસ.માં સાક્રામાન્‍ટો કેલિફોર્નિયા ખાતેના મંદિરના પૂર્વ પૂજારી ઇન્‍ડિયન અમેરિકન રઘુ શર્મા તથા તેના ૩ સાગરિત ગણાતા વ્‍યકિતઓને જુબાની માટે કોર્ટમાં  હાજર કરાશે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતિ મુજબ શર્મા ઉપર તેની પરણિત પ્રેમિકા રોહિણી કુમારના પતિ અશોક કુમારની પૂર્વયોજીત કાવતરા મુજબ ઓગ. ૨૦૧૬ માં હત્‍યા કરવાનો આરોપ છે. તેમજ બંને પ્રેમી સાથે મળીને અશોકકુમારનો વીમો લેવાનો પણ પ્રયત્‍ન પણ કરતા હતાં. તથા લાંબા સમયથી બંને એકબીજાથી પરિચિત હતાં. તેવા આક્ષેપો જાણવાં મળ્‍યા હતાં.

(10:55 pm IST)