Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ રાજીનામુ આપી દેવુ જોઇએ : મહિલાઓના યોન શોષણ મામલે થયેલા અનેક આક્ષેપોને ધ્‍યાને લઇ ઇન્‍ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસનું મંતવ્‍ય

વોશીંગ્‍ટન : ઈન્‍ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરીસએ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના રાજીનામાની માંગણી કરી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સુશ્રી હેરિસએ જણાવ્‍યા અનુસાર ટ્રમ્‍પ ઉપર મહિલાઓના યોન શોષણના આક્ષેપો છે જે અંતર્ગત રાજકારણ, મિડીયા તથા મનોરંજન ક્ષૈત્ર સાથે સંકળાયેલી મહિલાઓના આક્ષેપોને ધ્‍યાને લઇ તેમણે રાજીનામુ આપી દેવુ જોઇએ.

ઉલ્લેખનીય છે કે આ મુદે આ અગાઉ અન્‍ય ૬ ડેમોક્રેટ સેનેટરો પણ રાજીનામાની માંગણી કરી ચૂકયા છે. જેમાં સાતમા  ક્રમે સુશ્રી હેરિસ ઉમેરાયા છે.

જો કે ટ્રમ્‍પએ આ આરોપો પૂર્વગ્રહયુકત ગણાવ્‍યા છે.

(10:50 pm IST)