Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સૌ પ્રથમવાર મત ગણતરી પર તીસરી આંખ...

રાજ્‍યભરના ૩૭ મતગણતરી કેન્‍દ્રોમાંથી લાઇવ વેબકાસ્‍ટ

રાજકોટના કણકોટ મતગણતરી કેન્‍દ્રમાં ૭ કેમેરા લગાવાયાઃ તમામ કાર્યવાહીનું રજેરજનું રેકોર્ડીંગઃ દિલ્‍હી કેન્‍દ્રીય ચૂંટણીપંચ સમગ્ર મતગણના પર ચાંપતી નજર રાખશે

રાજકોટ તા. ૧પઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિત સમગ્ર ગુજરાતમાં યોજાયેલી વિધાન સભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્‍ન થઇ છે ત્‍યારે હવે આગામી ૧૮ ડીસેમ્‍બરે ગુજરાતભરની ૧૮ર બેઠકોની મત ગણતરી એકી સાથે ૩૭ કેન્‍દ્રો ઉપર થનાર છે ત્‍યારે કેન્‍દ્રીય ચૂંટણી પંચ દ્વારા અત્‍યાર સુધીનાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત મતગણતરીનું લાઇવ વેબ કાસ્‍ટીંગ કરવાનો નિર્ણય લીધો છે અને તેનું સીધું પ્રસારણ દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય ચૂંટણી પંચ નિહાળી અને મતગણતરી ઉપર ચાંપતી નજર રાખશે.

આ અંગે સત્તાવાર પ્રાપ્‍ત માહીતી મુજબ કેન્‍દ્રીય ચૂંટણી પંચે મણગતરીનેં લાઇવ વેબ કાસ્‍ટીંગ કરવા નિર્ણય લેતાં ગુજરાતનાં તમામ ૩૭ મણગણતરી કેન્‍દ્રોમાં સી.સી. ટી.વી. કેમેરા લગાવવાની વ્‍યવસ્‍થા કરવામાં તંત્ર લાગી ગયું છે.

દરમિયાન રાજકોટ શહેર-જીલ્લાની ૮ બેઠકોની જયાં મણગણતરી થનાર છે તે કણકોટ એન્‍જીનિયરીંગ કોલેજ ખાતે કલેકટર તંત્ર દ્વારા ૭ જેટલા કેમેરા લગાવી દેવાયા છે.

અત્રે એ ખાસ નોંધનિય છે કે અત્‍યાર સુધીમાં ઇતિહાસમાં આ વ્‍યવસ્‍થા સૌ પ્રથમ વખત થઇ રહી છે ત્‍યારે રીટર્નીંગ ઓફિસરે મત ગણતરીમાં કોઇ ચૂંક ન રહી જાય તેની પૂરી તકેદારી રાખવી પડશે. આર. આર. સોની જવાબદારી વધી જશે.

રાજકોટની ચાર અને જિલ્લાની ચાર બેઠકના ર૧પ૮ મતદજાન મથકો ઉપર ૬૮.૭૦ ટકા મતદાન થયું છે અને તેની ગણના કણકોટ સરકારી ઇજનેરી કોલેજ ખાતે સવારે ૮ કલાકથી હાથ ધરવામાં આવશે. મત ગણના માટે ૧૪ ટેબલના રાઉન્‍ડ ગોઠવાયા છે. તેના ઉપર મોનીટરીંગ માટે ૧૧૪ દમાઇકો નિરિક્ષકો નિયુકત કરાયા છે. દરેક ટેબલ ઉપર ર ગણક રહેશે જે મત ગણનાનું બટન દબાવતા પહેલા મશીન ઉમેદવારોના એજન્‍ટને બતાવશે અને તેના જે મત ડિસ્‍પ્‍લે થાય છે તેની પણ એજન્‍ટોને નોંધ કરાવશે. દરેક મશીનની સાથે આવેલા મતના પત્રક પણ એજન્‍ટોને જોવા દેવાશે. ઇવીએમની બેટરી લો હોય તો તેની બદલી શકાય તે માટે પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. મતદાન મથકમાં નિરિક્ષકની સતત હાજરી હશે અને દરેક મશીનના સિલ તેમને પણ બતાવવામાં આવશે. સ્‍ટ્રોંગરૂમ નિરિક્ષકની હાજરીમાં ચૂંટણી અધિકારી ખોલવાશે અને નંબર પ્રમાણે મશીનો ગણતરી માટે લાવવામાં આવશે.

(3:47 pm IST)