Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

૧૦૩ - ૧૦૫ બેઠક, ભાજપની સરકારઃ સટ્ટાબજાર

બીજા તબક્કાની 'વોટિંગ પેટર્ન' બાદ કોંગ્રેસ ૭૫-૭૭ સીટો

મુંબઇ તા. ૧૫ : 'ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનશે.' વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે આ વિધાન સાથે સટ્ટો શરૂ કરનાર બુકીબજારે ઉથલપાથલ કર્યા પછી 'સટ્ટા ખેલી'ઓને ફરી હતા ત્યાં જ લાવીને ઉભા રાખી દીધા છે. મતદાન પછી ભાજપની સરકાર બને છે તેવા સ્પષ્ટ મત સાથે બુકી બજાર ભાજપને ૧૦૩-૧૦૫ સીટો ઉપર સટ્ટો બુક કરી રહી છે. જો કે, ભાજપની સરકાર બનશે તેવો સટ્ટો નોંધવાનું ટાળી બુકીઓ સીટો આધારિત સટ્ટો રમાડી રહ્યાં છે. બુકીબજાર કહે છે કે, શહેરી વિસ્તારોની વોટિંગ પેટર્ન જોયા બાદ ભાજપની ૯૦ સીટનો ભાવ માત્ર ૩૦ પૈસા (જે તા. ૧૩ના રાત્રે ૬૦ પૈસા રખાયો હતો) છે એટલે BJP સરકાર બની રહી છે.

આ સંજોગોમાં ભાજપને ૧૦૩-૧૦૫ અને કોંગ્રેસને ૭૬-૭૭ સીટ સુધી સીમિત રાખીને સટ્ટો નોંધવામાં આવી રહ્યો છે. સટ્ટાબજારના સૂત્રોનું કહેવું છે કે, પહેલા તબક્કાના મતદાનમાં 'ભાજપ વિરોધી' વાતાવરણ જોવા મળતું હતું તે બીજા તબક્કામાં જોવા મળતું નથી. શહેરી વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભાજપને ધારણા મુજબનું નુકસાન જણાતું નથી. બન્ને તબક્કામાં મતદાનમાં સરેરાશ ૪% ઘટાડો થયો છે. ભાજપથી નારાજ કમિટેડ પાટીદાર વોટર્સ મતદાનથી અળગાં રહ્યાંની ધારણા વચ્ચે 'નેગેટીવ વોટ' ન પડતાં ભાજપનું નુકસાન ઘટ્યાનું અનુમાન છે. આવા કારણોસર ભાજપની સરકાર બનતી નિશ્ચિત જણાય છે.

બે દિવસની ઉથલપાથલઃ ખેલીઓને ખંખેરવાનો ખેલ

ચૂંટણી જાહેર થઈ ત્યારે સટ્ટાબજારે ભાજપને ૧૦૭-૧૦૯ બેઠક દર્શાવી હતી. આ આંકડાની નજીક ૧૦૩-૧૦૫ બેઠક ભાજપને મળવાનો અંદાજ મતદાન પૂર્ણ થતાં જાહેર કરાયો છે. મતલબ, ધૂમ બુકીંગ કરાવવા પહેલાં ભાજપનું અને પછી કોંગ્રેસનું પલ્લું ભારે થઈ રહ્યું હોવાનું ચિત્ર ઉપસાવાયું હતું. છેલ્લા બે દિવસમાં જ બેઠકોમાં કરાયેલી શ્નઉથલપાછલલૃપાછળ પણ ખેલીઓને ખંખેરવાનો ખેલ હોવાનું કહી જાણકાર સૂત્રો 'ચૂંટણી સટ્ટા'થી દુર રહેવાની સલાહ આપે છે.

તારીખ

ભાજપ

કોંગ્રેસ

 

બેઠક

બેઠક

૨૫-૧૦

૧૦૭-૧૦૯

૬૮-૭૦

૩૦-૧૦

૧૦૪-૧૦૬

૭૨-૭૪

૩-૧૧

૧૦૩-૧૦૫

૭૩-૭૫

૨૧-૧૧

૧૦૩-૧૦૬

૭૨-૭૪

૧-૧૨

૧૦૨-૧૦૪

૭૪-૭૬

૧૦-૧૨

૧૦૩-૧૦૫

૭૪-૭૬

૧૨-૧૨

૯૯-૧૦૧

૭૭-૭૯

૧૩-૧૨

૯૫-૯૭

૮૧-૮૩

૧૪-૧૨

૧૦૩-૧૦૫

૭૫-૭૭

(10:47 am IST)