Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સટ્ટાબજારમાં મહેસાણા - સિધ્ધપુરની વિધાનસભા બેઠકમાં ભાજપ ફેવરિટ

ઉ.ગુ.માં મતદાન પૂર્ણ થયું, ઓપનીયન પોલની જેમ ભાવ ખૂલ્યા

મુંબઇ તા. ૧૫ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં દરેક એજન્સીઓએ પોતાના ઓપિનીયન પોલ રજૂ કર્યા છે. દરેક ઓપિનીયલ પોલમાં ભાજપની સરકાર બનવાનો દાવો કરવામાં આવ્યો છે. દરેક એજન્સીએ ભાજપ ૧૦૫ થી ૧૧૫ બેઠકો પર વિજયી બને તેવો ઓપિનીયન પોલ રજુ કર્યો છે. ઓપિનીયન પોલની માફક સટ્ટા બજારમાં પણ ભાજપ હોટ ફેવરીટ છે. જો કે, ઓપિનીયન પોલ કરતાં સટ્ટા બજારમાં ભાજપ ઓછી બેઠકો ઉપર જીત મેળવે તેવી શકયતા દર્શાવાઇ રહી છે.

વિધાનસભા ચૂંટણીના બંન્ને તબક્કા પૂર્ણ થતાં ગુજરાતના દરેક નાગરીકના મનમાં એક જ પ્રશ્ન ઘુમરાઇ રહ્યો છે કે, કોની સરકાર બનશે. ત્યારે નાગરીકોના આ તમામ સવાલોનો ઓપિનીયન પોલે જવાબ આપી દઇને ભાજપની સરકાર બનતી હોવાનો દાવો કરાયો છે. તેની સાથે સાથે સટ્ટા બજારે પણ ભાજપની સરકાર બનતી હોવાના સંકેતો આપી દીધા છે. સટ્ટા બજારમાં ભાજપની ૯૯ થી ૧૦૩ બેઠકો અને કોંગ્રેસની ૭૬ થી ૮૦ બેઠકો પર જીત થાય તેવી સંભાવના વ્યકત કરાઇ રહી છે. સટ્ટા બજારમાં સટ્ટોડીયાઓએ ભાવ પણ ખોલી દીધા છે. જેમાં ભાજપની ૯૦ સીટનો ભાવ ૪૫ થી ૬૦ પૈસા ચાલી રહ્યો છે. જેથી સટ્ટા બજારમાં પણ ભાજપ હોટ ફેવરીટ બની ગયું છે. તેના પગલે કોંગ્રેસીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. એક તરફ ગુજરાતમાં ભાજપની સરકાર બનતી હોવાના સંકેત સટ્ટા બજારે આપી દીધા છે. પરંતુ વડાપ્રધાન અને નાયબ મુખ્યમંત્રીના માદરે વતન મહેસાણા જિલ્લામાં કોંગ્રેસની બેઠકો વધે તેવા સંકેતો સટ્ટા બજારે આપતાં મહેસાણા કોંગ્રેસના નેતાઓ હરખાઇ રહ્યા છે. મહેસાણા જિલ્લાની મહેસાણા બેઠક પર ભાજપના ૫૫થી ૬૫ પૈસા ભાવ નીકળ્યો છે. જયારે વિસનગર, ઉંઝા, બેચરાજી અને કડી બેઠક કોંગ્રેસને ફાળે જાય તેવી સંભાવના સટ્ટા બજાર વ્યકત કરી રહ્યું છે. જયારે ખેરાલુ અને વિજાપુર બેઠકના ભાવ ખુલ્યાં નહોતા. નોંધનીય છે કે, પાંચ દિવસ અગાઉ સટ્ટા બજારમાં ભાજપની કુલ બેઠકો ૧૦૭ બતાવવામાં આવતી હતી પરંતુ બુધવાર ૯૩-૯૪ બેઠકોનો દાવો કરાયો હતો. જો કે ગુરુવારે સવારે સટ્ટા બજારમાં ભાવ લેવાનું બંધ કરાયું હતું. જયારે ઓપિનીયન પોલ પછી ભાજપની ૯૯-૧૦૩ બેઠકોનો ભાવ ખુલ્યો હતો.

કઇ બેઠકના કેટલા ભાવ નિકળ્યાં?

બેઠક

ભાવ

મહેસાણા ભાજપ

૫૦-૬૦

વિસનગર કોંગ્રેસ

૫૦-૭૦

ઉંઝા કોંગ્રેસ

૪૦-૬૦

બેચરાજી કોંગ્રેસ

૫૫-૭૦

કડી કોંગ્રેસ,ભાજપ

૮૦

સિધ્ધપુર ભાજપ

૫૦-૬૫

વિજાપુર-કોંગ્રેસ

૭૦-૯૦

(10:46 am IST)