Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

કાશ્મીરના ગુલમર્ગ-પહેલગામમાં સિઝનની પહેલી હિમવર્ષા : અદભુત નજારો: આલ્હાદક વાતાવરણ

બરફની ચાદરથી ઢંકાઇ ગયું ગુલમર્ગ: સ્નો ફોલ જોઇને પર્યટક થઇ ગયા ખુશ

શ્રીનગર: કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષાએ પર્યટન ઉદ્યોગમાં નવો ઉત્સાહ ભરી દીધો છે. કાશ્મીરના હિલ સ્ટેશન ગુલમર્ગ-પહેલગામમાં થયેલી હિમવર્ષાથી અહીં પર્યટકોની અવરજવર શરૂ થઇ ગઇ છે. તે પહેલાં લગભગ 8થી કોરોનાના કારણે મંદ પડી પર્યટન ઉદ્યોગમાં જીવ પુરાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બરફના કારણે ગુલમર્ગ બરફની સફેદ ચાદર ઢંકાઇ ગઇ છે અને દેશ-વિદેશના હજારો પર્યટકો પણ અહીં દેખાવવા લાગ્યા છે. દિલ્હીથી ગુલમર્ગ પહોંચેલા પર્યટક રણદીપે કહ્યું 'મને લાગે કે હું સ્વર્ગમાં છું. આ બરફની એક ચાદરની માફક છે. મુંબઇની એક અન્ય પર્યટકે કહ્યું 'દિવાળી પર અમારો આખો પરિવાર કાશ્મીરમાં છે. આ વખતે અમારા માટે આ તહેવાર ખૂબ ખાસ છે
હિમવર્ષા વચ્ચે પર્યટક ખુશ છે તો બીજી તરફ લગભગ દોઢ વર્ષથી ખાલી બેઠેલા સ્થાનિક લોકોના ચહેરા પર પણ મુસ્કાન પર પરત ફરી છે. ગુલમર્ગના ટૂરિસ્ટ ગાઇડ જહૂર અહમદ કહે છે ' આ અમારા માટે ખુશીની ક્ષણ છે. માર્ચથી અહીં બધુ સ્ટોપ હતું, કોરોનાના કારણે લોકોએ આવવાનું છોડી દીધું હતું. પરંતુ હવે આ હિમવર્ષાના લીધે ટૂરિસ્ટ ફરીથી કાશ્મીર આવી રહ્યા છે. આ હિમવર્ષા અમારા માટે દિવાળીની એક ભેટ છે.

(8:41 pm IST)