Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

દિલ્હીમાં ફટાકડા પરના પ્રતિબંધનું સુરસુરિયું : થયું : પ્રદુષણની સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચ્યું

હવાની ગતિ ધીમી હોવાને કારણે સ્થિતિ વધુ ખરાબ

નવી દિલ્હીઃ પ્રતિબંધ છતાં દિવાળી પર દિલ્હી એનસીઆરમાં લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા હતા, જેને કારણે દિલ્હી-એનસીઆરમાં વાયુ ગુણવત્તામાં ભારે ઘટાડો થયો હતો.  દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં કેટલીય જગ્યાએ પ્રદૂષણનો સ્તર ગંભીર શ્રેણીમાં જતો રહ્યો હતો. દિલ્હીના સોનિયા વિહારમાં PM 2.5નો સ્તર 500ની પાર કરી ગયો હતો. પ્રદૂષણને કારણે દિવાળીની પછી સવારે દિલ્હીમાં ગાઢું ધુમ્મસ છવાયેલું રહ્યું અને વિઝિબિલિટી 200-300 મીટરની આસપાસ રહી.

 પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાને કારણે દિલ્હીમાં પ્રદૂષણનો સ્તર ખૂબ વધી ગયો હતો. પરાળીનું યોગદાન 32 ટકા રહ્યું હતું. એની સાથે હવાની ગતિ ધીમી હોવાને કારણે સ્થિતિ વધુ ખરાબ રહી હતી, કેમ કે આવી સ્થિતિમાં પ્રદૂષણના કણ જમા થાય છે.

(10:43 am IST)