Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

બિહાર ચૂંટણી મહા ગઠબંધનના 243 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર

રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ અને સીપીઆઈના ઉમેદવારોના નામ સામેલ

બિહાર વિધાનસભા ચૂંટણી 2020 માટે મહાગઠબંધને  243 સીટો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ અને સીપીઆઈના ઉમેદવારોના નામ સામેલ છે. આ લિસ્ટમાં કોંગ્રેસે શત્રુઘ્ન સિંહાના દિકરા લન સિન્હાને બાંકીપુર સીટથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યાં તેમની સામે ભાજપ નેતા નવીન કિશોર સિન્હાના દિકરી નિતિન નવીનને ઉતાર્યા છે.

હાલમાં લગભગ બે દિવસ પહેલા રાજદના રાજ્યસભા સાંસદ મનોજ કુમાર ઝાએ કહ્યુ હતું કે, તેમને લાગે છે કે, ત્રણ ડાબેરી પાર્ટીઓ એક સાથે આવતા મહાગઠબંધનનો ચહેરો બદલાયો છે અને તેના કારણે આગામી વિધાનસભાના સમીકરણો પણ બદલાઈ જશે. બિહારમાં સીપીઆઈ, ભાકપા અને માકપાના સમર્પિત કાર્યકર્તા અને લગભગ 60 વિધાનસભા સીટો પર તેમના નિર્ણાયક વોટ છે. તો વળી કોંગ્રેસને પણ મહાગઠબંધનમાં પોતાનું ઉજળુ ભવિષ્ય દેખાય છે.

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે તો પોતાના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દીધી છે. સ્ટાર પ્રચારકોમાં મનમોહન સિંહ, સોનિયા ગાંધી, મીરા કુમાર, શત્રુઘ્ન સિંહા, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સહિત 30 નેતાઓ નામ સામેલ છે. બિહારમાં રાજદ સાથે તાલમેલ કરીને કોંગ્રેસ પાર્ટી 70 સીટો પર ચૂંટણી લડી રહી છે.

બિહારમાં 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યુ છે. ત્રણ તબક્કામાં આ ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 10 નવેમ્બરે આવશે.

(12:38 am IST)