Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ભારતમાં ચીનની ચીજવસ્તુઓના બહિષ્કારની હાકલ વચ્ચે ચાઈનીઝ ફોનના વેચાણમાં વધારો

ટોપ 5માંથી 4 ચીની કંપની: માર્કેટ શેર ભારતીય બજારમાં વધી 66.4 ટકા પહોંચી ગયું

નવી દિલ્હી: ચીન સાથે સરહદ પર તણાવ વધ્યો તો ચીનના ઉત્પાદનો વિરુદ્ધ આવાજો ઉઠ્યા હતા. સોશિયલ મીડિયાથી માર્ગો સુધી ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો. પરંતુ આજના સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુ એટલે સ્માર્ટફોન સેગમેન્ટની વાત કરીએ તો અહીં ચીનની કંપનીઓનું પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. વર્ષે 2020માં ચીની કંપનીઓનું માર્કેટ શેર ભારતીય બજારમાં વધી 66.4 ટકા પહોંચી ગયું, જ્યારે માર્કેટ શેર ગત વર્ષે 60.9 ટકા હતું.

સમાચાર પત્ર બિઝનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલા અહેવાલ મુજબ મોબાઇલ ફોન સેગમેન્ટમાં ટોપની પાંચ કંપનીઓમાંથી 4 કંપની ચીનની છે. માર્કેટ શેરના કેસમાં પહેલાં સ્થાને ચીનની કંપની શાઓમી છે. શાઓમી ઓછી કિંમતમાં સારા અને ટકાઉ ફોન વેચવા માટે ઓળખાય છે. એડવાઇઝરી સર્વિસ આપનારી ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના ડેટા મુજબ શાઓમીની માર્કેટમાં લગભગ 30 ટકાની ભાગેદારી છે.

શાઓમી પછી બીજા સ્થાને આવે છે સાઉથ કોરિયન કંપની સેમસંગ જેની લગભગ 26 ટકા ભાગીદારી છે. તે પછી ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે ક્રમશ: વીવો, રિયલમી અને ઓપ્પો છે. ત્રણેય ચાઇનીઝ કંપનીના માર્કેટ શેર પણ 9થી લઇને 16 ટકાની વચ્ચે છે.

(11:38 pm IST)