Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ઉજૈનમાં ઝેરી દારુ પીવાથી 14 લોકોના કમકમાટીભર્યા મોત

ખારા કુઆ પોલીસ પ્રભારી સહિત 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ: સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા લોકો પર કાર્યવાહી: ત 10 લોકોની ધરપકડ

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ઝેરી દારૂ પીવાના કારણે 14 લોકોના મોત થઈ ગયા છે  બાબતને લઈને ઉજ્જૈનના એસપીએ પણ પુષ્ટિ કરી છે કે, મૃતકોના શરીરમાં ઝેરી દારૂ હોવાનું સામે આવ્યુ છે. ઘટના બાદ શહેરના ખારા કુઆ પોલીસ પ્રભારી સહિત 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલુ નહીં પણ સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે અને તે અંતર્ગત 10 લોકોની ધરપકડ પણ કરાઈ છે.

 ઉજ્જૈનના ખારા કુઆ વિસ્તારના છત્રી ચોકમાં બુધવારે એક સાથે બે લોકોની લાશ મળતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. ખબર મળતા ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી. બપોર થતાં થતાં અન્ય બે લોકોના મોતના સમાચાર પણ પોલીસને મળ્યા હતા. આમ એક પછી એક એમ કુલ 11 લોકોના દેશી દારૂ પણ ઝેરી દારૂ પીવાના કારણે મોત થયા હતા.

પોલીસે અંગે જણાવ્યુ છે કે, 11 મજૂરોના મોત ઝેરી દેશી પોટલી પિવાના કારણે થયા છે. ઉજ્જૈનમાં રહીને મજૂરી કરતા જે 11 લોકોના મોત થયા છે. તમામ લોકો પોટલીનો દારૂ પીવાના કારણે મોત થયા છે. જેમાં બે લોકો બેભાન થયા હતા. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

આ બાજૂ એસપી મનોજ કુમાર જણાવે છે કે, આ મામલ ઝેરી દારૂ પીધો હોવાની પુષ્ટિ થઈ છે. પોલીસે ગત રાતથી કરેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મખ્ય રીતે ઝેરી દારૂ એટલે કે દેશી દારૂ બનાવનારા સિકંદર ગબરૂ અને યુનૂસની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવી રહ્યા હતા

(11:05 pm IST)