Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

હાપુરમાં દુષ્કર્મ અને હત્યા બદલ બેને ફાંસીની સજા

ઉત્તર પ્રદેશમાં કોર્ટનો દાખલો બેસાડતો ચુકાદો : બે વર્ષ પહેલા બનેલી ઘટનામાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

હાપુર, તા. ૧૫ : સગીર પર દુષ્કર્મ અને હત્યા બદલ હાપુરમાં બે દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ વિશેષ ન્યાયાધીશ પોસ્કો બિના નારાયણની અદાલતે બે વર્ષ પહેલા પોલીસ સ્ટેશનના હાપુર ગામના મહોલ્લા ફૂલ ગઢીમાં એક સગીર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આ સજા ફટકારી છે. ખરેખર, આ ઘટનાને ઘરના જ બે નોકરો દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. દુષ્કર્મ અને હત્યા બાદ ગુનેગારોએ બાળકની લાશને ભૂસામાં સંતાડી હતી. એવું કહેવામાં આવે છે કે જ્યારે ગુનેગાર ઘટનાને અંજામ આપી રહ્યો હતો ત્યારે યુવતીના ભાઈએ હોબાળો કર્યો હતો. જેના લીધે તેના ભાઈને ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

           દરમિયાન સિંભાવાલી વિસ્તારના એક ગામમાં રહેતા બીએસસીની વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીએ પણ વિદ્યાર્થીના સબંધીઓ સમક્ષ હત્યાને સ્વિકાર્યા બાદ માફી માગી હતી. પોલીસે તે સબંધીઓના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું હતું. સિંભાલી પોલીસ સ્ટેશનના પ્રભારી રાહુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના એક ગામના રહેવાસી બીએસસીની એક છાત્રા મંગળવારે સવારે કોચિંગ માટે ગઈ હતી. જ્યાંએક તરફી પ્રેમમાં પાગલ  થ્રીવ્હીલર ચાલક કોતવાલી વિસ્તારના બદરખા ગામે રહેતા નૂર હસનને તેને પાનાથી માથામાં વાર કરીને મોતને ઘાટ ઊતારી દીધી હતી.

છાત્રાના મોત બાદ તેનો મૃતદેહ થ્રી વ્હીલરમાં નાખીને તે ફરતો રહ્યો. આ દરમિયાન આરોપીએ છાત્રાના ગઢ  કોતવાલી વિસ્તારના ગામોમાં રહેતા બે સબંધીઓને પણ ટેલિફોન કરી વિદ્યાર્થીનીના મોતની જાણકારી આપી હતી. નૂર હસનને જાણ કર્યા બાદ સગાસંબંધીઓ તેને સિમ્ભલી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

(9:12 pm IST)