Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

બલિયામાં પોલિસની હાજરીમાં પંચાયત વચ્ચે યુવકની ગોળી મારીને હત્યા:યોગીએ આપ્યા કાર્યવાહીના આદેશ

કોટા ફાળવણીને યોજાયેલી ખુલ્લા પંચાયત બેઠકમાં સીઓ, ઇન્સ્પેક્ટર અને મેજીસ્ટ્રેટની હાજરીમાં હત્યા

ઉત્તર પ્રદેશના બલિયામાં કોટા ફાળવણીને યોજાયેલી ખુલ્લા પંચાયત બેઠકમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એસડીએમ, સીઓ અને પોલીસની હાજરીમાં હત્યા થતા ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા ઉપર સાવાલો ઉઠ્યા છે. માત્ર આટલું જ નહીં મારામારીની અંદર અનેક લોકો ઘાયલ પણ થયા છે. જે વ્યક્તિનું મોત થયું છે તેના દીકરાએ જણાવ્યું કે સીઓ, ઇન્સ્પેક્ટર અને મેજીસ્ટ્રેટની હાજરીમાં તેના પિતાને ગોળી મારવામાં આવી છે. તેણે કહ્યું કે પોલિસ ઉભી ઉભી જોતી રહી અને મારા પિતાની હ્તાય કરી દેવામાં આવી.

ઘટના બાદ અનેક પોલિસ સ્ટેશનોથી પોલિસ ફોર્સ બોલાવીને ગામની અંદર તહેનાત કરવામાં આવી છે. કેટલાક લોકોની અટકાયત પણ કરાઇ છે. તો ફાયરિંગ કરનાર વ્યક્તિને પણ પકડી લેવામાં આવ્યો છે. તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે. મૃતક વ્યક્તિની લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલવમાં આવી છે. તો પોલીસે જણાવ્યું કે આ ઘટનાની તપાસ શરુ કરી દેવામાં આવી છે.

આ આખી ઘટનામાં રાજનૈતિક નિવેદનબાજી પણ શરુ થઇ ગઇ છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ભાજપ ઉપર નિશાન સાધ્યું છે. તો યોગી દિત્યનાથે એસડીએમ, સીએ તેમજ અન્ય પોલિકર્મીઓને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. સાથે આરોપી સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે.

(9:08 pm IST)