Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

પાકિસ્તાનની જેલમાં બંધ ચાર ભારતીયોને મુક્ત કરાવવા ભારત ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યું

ચારેય લોકો પાકિસ્તાનની સૈન્ય અદાલત દ્વારા આપેલી સજાને પુરી કરી ચુક્યા છે

નવી દિલ્હી :પાકિસ્તાનની જેલમાં બંધ ચાર ભારતીય નાગરિકોને છોડાવવા માટે ભારતે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં અરજી કરી છે. ઇન્ડિયન હાઇ કમિશનની પ્રથમ સચિવ અપર્ણા રેએ ત્રણ પાકિસ્તાની વકિલોના માધ્યમ વડે દાખલ કરેલી અરજીમાં તેમને છોડવાની માંગ કરી છે. જે ચાર લોકોના છુટકારા માટે અરજી કરવામાં આવી છે તે લોકો પાકિસ્તાનની સૈન્ય અદાલત દ્વારા આપેલી સજાને પુરી કરી ચુક્યા છે. આ ચારે લોકોમાં બરજુ ડુંગ, વિજ્ઞાન કુમાર, સતીશ ભોગ અને સોનુ સિંહ સામેલ છે. આ ચારે લોકો લાહોર અને કરાંચીની જેલમાં બંધ છે.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ તમામ કેદીઓને પાકિસ્તાનની સૈન્ય અદાલત દ્વારા આપવામાં આવેલી સજા પૂરી થઇ ગઇ છે, માટે હવે તેમને છોડી મૂકવા જોઇએ. કોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ કેદીઓને પાકિસ્તાની સેના દ્વારા પકડાવામાં આવ્યા હતા. તેમના પર પાકિસ્તાન સેના અધિનિયમ અને આધિકારિક ગોપનિયતા અધિનિયમ અંતર્ગત ઓરોપ લગાવવામાં આવ્યા હતા. આ અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કેદીઓએ અવાર નવાર એવો તર્ક રજૂ કર્યો છે કે તેમણે કોઇ અપરાધ કર્યો નથી, પરંતુ ધરપકડથી લઇને આરોપ સાબિત થવા સુધી કાનૂની પ્રક્રિયાનો દૂરુપયોગ કરવામાં આવ્યો છે.

(8:44 pm IST)