Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે એકઝીટ પોલ કે ઓપિનિયન પોલ પર પ્રતિબંધ

દેશના જુદા જુદા રાજ્યોમાં યોજાનારી 59 બેઠકોની પેટાચૂંટણી માટે પણ જાહેરનામું બહાર પડાયું

નવી દિલ્હી :આગામી 3 નવેમ્બરે ગુજરાતના અબડાસા, લીબડી,મોરબી,ધારી ,ગઢડા, કરજણ, ડાંગ, અને કપરાડાવિધાનસભા મતવિભાગોની પેટાચૂંટણીના સંદર્ભમાં તા, 3ને મંગળવાર સવારના 6 વાગ્યાથી તા, 7 ને શનિવારસાંજે 6-30 વાગ્યા દરમિયાનના સમયગાળા દરમ્યાન મતદાન અંગે સર્વેક્ષણ કરાવવા કે તેનું પ્રિન્ટ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો પરથી પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુકાયો છે

 ઉપરાંત મતદાનનો સમય પૂરો થાવન્નિસ સાથે 48 કલાકના સમયગાળા દરમિયાન મતદાન અંગેના અનુમાનો ઓપિનિયન પોલ કે કોઈપણ પોલસરવે કે [પેટા ચૂંટણી બાબતે કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો પરથી પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુકાયો છે

 આ અંગેનું જાહેરનામું ચૂંટણી આયોગે બહાર પાડ્યું છે, દેશના જુદા જુદા રાજ્યોમાં યોજાનારી  59 બેઠકોની પેટાચૂંટણી માટે પણ જાહેરનામું બહાર પડાયું છે 

(7:52 pm IST)